મોરબીના વાવડી નજીક કેનાલમાં ડૂબી ગયેલ મહિલાની ઓળખ મળી

- text


મોરબી : મોરબીના નાની વાવડી નજીક પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામેલ મહિલાની ઓળખ મળી છે, વાડીએ કામ કરતી વખતે પગ લપસી જતા મહિલા કેનાલમાં પડી ગયા હતા અને છેક વાવડી સુધી પાણીમાં ખેંચાઈ જતા મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જાણવા મળ્યા મુજબ નાની વાવડી નજીક પાણીમાં ડૂબી જતાં આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન મૃતક મહિલા મોરબીના પંચાસર રોડ પર ભીલાની વાડીના રહેવાસી મંજુબેન નાનજીભાઈ હડીયલ હોવાનું બહાર આવ્યું હતું.

વધુમાં મંજુબેન પોતાની વાડીમાં કામ કરતા હોય જે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા તે કેનાલમાં પડી ગયા હતા. અને કેનાલમાં પાણી હોવાથી મહિલા તણાવા લાગી હતી અને મહિલા લગભગ અડધો કિલોમીટર સુધી તણાઈ ગયા હતા.

- text

મહિલા કેનાલમાં તણાઈ હોવાની જાણ કરવામાં આવતા મોરબી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી મહિલાને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતા જોકે મહિલાનો જીવ બચાવી શકાયો ન હતો અને મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો આ મામલે એ ડીવીઝન પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે કેનાલમાં ડૂબી જવાથી આધેડ વયની મહિલાનું મોત થયું છે. ઘટના અંગે મોરબી એ ડિવિઝન પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text