મોરબીના જાંબુડિયામાં વિપરીત પરિસ્થિતિમાં ૧૦૮ દ્વારા પ્રસુતિ કરવાઈ

- text


બાળક અને મહિલાની જિંદગી બચાવવા સીરામીક ફેકટરીમાં પ્રસુતિ કરાવી સારવાર આપવામાં આવી

મોરબી : મોરબી ના જાંબુડિયા ગામે મોડી રાત્રે કારખાના માં જ 108 ની ટિમ દ્વારા પ્રસુતિ કરાવી ઉમદા કામગીરી કરી

મોરબી : મોરબીના જાંબુડિયા ગામ નજીક રાત્રીના સમયે પરપ્રાતિય મહિલા પ્રસુતિ પીડા વિપરીત પરિસ્થિતિમાં ૧૦૮ દ્વારા સીરામીક ફેકટરીમાં જ  પ્રસુતિ કરાવી બાળક માતાની જિંદગી બચાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રીના મોરબી વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ગામ નજીક આવેલ કલેન વિટીફાઇડ નામના કારખાનામાંથી ૧૦૮ ને કોલ આવતા ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

- text

વધુમાં પ્રસૂતા માતા રવિનાબેન રાકેશભાઇ ઉ. ૨૦ ને રાત્રી ના સમયે પ્રસુતિની પીડા વધુ થતી હોવાની સાથે પ્રસૂતિનો સમય થઈ ગયો હોય ૧૦૮  ના લાલબાગ લોકેશનના ઇએમટી પ્રવીણભાઈ મેર, પાઇલોટ શકિતસિહ સમય સુચકતા જોઈ ને કારખાનામાં જ પ્રસુતિ કરાવવા નિર્ણય કર્યો હતો અને ડો. પ્રવીણભાઈ મેર દ્વારા પરપ્રાતીય મહિલાની પ્રસુતિ કરાવી ને માતા તથા બાળકને પ્રાથમિક સારવાર આપીને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ ટીમ ૧૦૮ દ્વારા વિપરીત સંજોગોમાં પ્રસુતિ કરાવી ઉમદા કામગીરી કરી હતી.

- text