મોરબી જિલ્લાની આઠ ગ્રામપંચાયતોમાં ઇવીએમથી મતદાન શરૂ

- text


ચાંપાતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ૨૦ મતદાન મથકોમાં મતદાન

મોરબી : આજે રાજ્યભરમાં યોજાયેલ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણીમાં મોરબી જિલ્લામાં સવારથી 8 ગ્રામ પંચાયતોમાં ઇવીએમ મારફતે ૨૦ મતદાન મથકો પર ચાંપતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું છે.

રાજ્યમાં જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ હોય એવી ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે આજે સવારથી મોરબી જિલ્લામાં ભડિયાદ, ધુનડા, ધૂળકોટ, આમરણ, ફાટસર, રાજપર, ઊંટબેટ, બેલા અને જેતપરમા મતદાનનો પ્રારંભ થયો છે જેમાં જુદાજુદા ૧૨ મતદાન બિલ્ડીંગઓમાં આવેલ ૨૦ મતદાન મથકોમાં મતદાન થઈ રહ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા 8 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે ૭૧ ઇવીએમ ફાળવવામાં આવ્યા છે અને મશીન બગડે તો ૨૯ ઇવીએમ લિવ રિઝર્વ રાખ્યા છે અને ૧૨૦ ચૂંટણી કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા સોંપવામાં આવી છે.

- text

વધુમાં નિર્ભય અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે ત્રણ પીએસઆઇ, ૪૪ પોલીસ કોન્સ્ટેબલો અને ૨૨ હોમગાર્ડ જવાનો ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી નિભાવી રહ્યા છે.

આમ, ગ્રામપંચાયતોની આજે હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયામાં સવારથી જ ઉત્સાહ પૂર્વકના માહોલમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે.

 

- text