મોરબીમાં ચિલ ઝડપ કરનાર બે સમડીને ઝડપી લેતી રાજકોટ પોલીસ

- text


રવાપર રોડ ઉપર મહિલાનો પીછો કરી ચેન ખેંચી લેનાર રાજકોટના શખ્સો પાસેથી સોનાનો ઢાળીયો કબ્જે

મોરબી : મોરબીમાં પાંચેક દિવસ પૂર્વે મહિલાનો પીછો કરી સોનાના ચેનની ચિલ ઝડપ કરનાર બે સમડી ઉઠાવગીરને રાજકોટ પોલીસે સોનાના ઢાળીયા સાથે ઝડપી લેતા મોરબીની ચિલઝડપનો ભેદ ઉકેલાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના આલાપ પાર્કમાં રહેતા નિર્મળાબહેન કેશવલાલ ગોધાણી (ઉ.૬૫) શાક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બે શખ્સો રવાપર રોડ પર આવેલ લીલાલેર સોસાયટી નજીકથી પીછો કરી મારુતિ સોસાયટી પાસે પહોચાતાની સાથે જ બે શખ્સો મોકાની લાભ લઈને વૃદ્ધાના ગળામાં રહેલ સોનાના ચેનની ચીલઝડપ કરી નાશી છુટ્યા હતા.

- text

આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાન રાજકોટ બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સો સોનાનો ઢાળીયો વેચવા નીકળતા આ ચિલઝડપનો ભેદ ખુલ્યો છે પોલોસે હતી.મોરબી એ ડીવીઝન પોલીસે લખન બચુભાઈ માલાણી ઉ.૨૧ રહે ચુનારાવડ, રાજકોટ અને જીતેશ વલ્લભભાઈ રાઠોડ ઉ.૨૭ રહે, કુબલિયાપરા રાજકોટ વાળાને ઝડપી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી મોરબી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- text