મોરબી જિલ્લામાં એસટી બસ ગામડામાં રાત્રી રોકાણ નહિ કરે

- text


બસ સળગવાની ઘટનાને પગલે ડેપો મેનેજર દ્વારા તમામ ડ્રાઇવર કંડકટરને સૂચના

મોરબી : મોરબી જિલ્લામાં ફિલ્મ પદ્મવતના વિરોધમાં બસ સળગાવવાની ઉપરા છાપરી ઘટનાઓને પગલે મોરબી એસટી ડેપો મેનેજરે ગ્રામ્ય રૂટની તમામ બસને ગામડામાં રાત્રી રોકાણ ન કરવા આદેશ આપ્યો છે.

મોરબી એસટી ડેપો મેનેજર એ.પી.કરમટાએ જણાવ્યું હતું કે હાલનો માહોલ જોતા મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બસને ગ્રામ્ય રૂટમાં ગામડે રાત્રી રોકાણ ન કરવા સૂચના આપવામાં આવી છે, તમામ રૂટના ડ્રાઇવર કંડકટરને ગ્રામ્ય રૂટની બસને નજીકના પોલીસ મથક અથવા નજીકના બસ સ્ટેશન ખાતે જ રાખવા સૂચના આપવામાં આવી છે.

- text

વધુમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં થઈ રહેલા છમકલાંઓમાં એસટી બસ નિશાન બનતી હોય ડેપો મેનેજર દ્વારા અગમચેતીના પગલાં રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text