માટેલ – ઢુંવા માર્ગ રીપેર ન થતા નેશનલ હાઇવે પર ચક્કાજામ કરતા સીરામીક ઉધોગકારો

- text


જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આપ્યું હતું અલ્ટીમેટમ : રજુઆત કાગળ ઉપર જ રહેતા ગ્રામજનો – સીરામીક ઉદ્યોગકારો લાલઘુમ

મોરબી : યાત્રાધામ માટેલનો અત્યંત ખરાબ થઈ ગયેલો માર્ગ રીપેર કરવા રજુઆત કરી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપનાર સીરામીક ઉદ્યોગકારો અને ગ્રામજનો દ્વારા આ માર્ગનું રીપેરીંગ ન થતા આજે ધીરજ ગુમાવી સવારથી જ વાંકાનેર નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દેતા હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પવિત્ર યાત્રાધામ માટેલ જવા માટેના રોડની હાલત અત્યંત બદતર બની જતા આ મામલે સતત રજૂઆતો બાદ પણ ગેરંટીવાળા રોડનું રીપેરીંગ કામ હાથ ધરવામાં ન આવતા અંતે સીરામીક ઉધોગકારો દ્વારા ૧૫ દિવસમાં રોડ રીપેર ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપરત કર્યું હતું આમ છતાં તંત્ર દ્વારા આ રોડનું રીપેરીંગ ન કરવામાં આવતા આજે સવારથી ઉદ્યોગપતિઓ દ્વારા આંદોલન શરૂ કરી નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી હાઇવે ઠપ્પ કરી દેવાયો હતો.

મોરબી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ખોડીયારધામ જવા માટેના મુખ્ય માર્ગને બે વર્ષ પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે નવો બનાવાયા બાદ ભયંકર ભ્રષ્ટાચારના પાપે બે વર્ષમાં આ રોડ હતો ન હતો થઈ જતા ઢુંવા,માટેલ-વિરપર,અને લકકડધારના ગ્રામજનો અને આ વિસ્તારમાં ફેક્ટરીઓ ધરાવતા ઉધોગપતિ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે વખતો વખતની લેખિત રજુઆત બાદ પણ આ માર્ગ રીપેર ન થતા આજે ઉદ્યોગકારો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરી દીધું છે.

- text

ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રીની આદર્શ ગ્રામ યીજના હેઠળ આદર્શ સાંસદ ગ્રામ હેઠળ આવે છે (માત્ર કાગળ ઉપર) ઢુંવાથી માટેલ સુધી નો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેઘા ઇન્ફો.પ્રા.લી. નામની કંપનીને કોન્ટ્રાકટ આપી બનાવવામાં આવ્યો હતો અને એપ્રિલ ૨૦૧૫ માં રોડ નું કામ પૂરું થયાનું બોર્ડ લગાવી સરકાર દ્વારા આ રસ્તાને આગલા પાંચ વર્ષ માટે સમાર કામના રૂપિયા ૫૫ લાખથી વધુ ચૂકવવમાં આવ્યા છે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે બનેલા આ રોડ ને હજુ બે વર્ષ માંડ પુરા થયા છે ત્યાં જ રોડ નેસ્ત નાબૂદ થયો છે આ સંજોગોમાં રોડ બનવવા ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની બદબુ આવી રહી છે અને તેથી જ માર્ગ મકાન વિભાગ આ મામલે ચૂપ બેઠું છે અન્યથા આ રોડનું સમારકામ કરવા સરકારે કોન્ટ્રાક્ટરને ૫૫ લાખ વધારાના આપ્યા હોવા છતાં ગેરંટી પિરિયડમાં જ રોડ ગાયબ થતા કોન્ટ્રકતેને જવાબદાર ગણી પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરવા છતાં તંત્ર ગંભીર બની કાર્યવાહી કરતું નથી.

દરમિયાન આ મામલે ઉદ્યોગપતિઓ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી ઉપરોક્ત તમામ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક રોડ બનાવવા માંગ કરી હતી.રજુઆતમાં જણાવાયા મુજબ માટેલ રોડ ઉપર ૧૦૦ થી વધુ ફેક્ટરીઓ આવેલી છે ઉપરાંત ખોડિયાર માતાજીના મંદિરે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ની આવન-જાવન રહેવાની સાથે અહીં કારખાનામાં કામ કરતા અનેક પરિવારો,વિદ્યાર્થીઓ ઉબળ ખબડ રોડને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે અને ભયંકર ધૂળ ઉડવાને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાનની ભીતિ છે તેમજ રોજે રોજ અકસ્માતો સર્જાતા હોય ગેરંટી વાળા આ રોડને તાકીદે નવો બનાવવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે માટેલ પવિત્ર યાત્રાધામ હોય માટેલ રોડ પર ચાલીને જતા પદયાત્રીઓની હાલત દયાજનક હોવાથી આખરીનામું આપી છેલ્લી વાર રજુઆત કરી તંત્રને  પવિત્ર યાત્રાધામના ગેરંટીવાળા રોડનું રીપેરીંગ કામ યાદ કરાવવામાં આવ્યું હતી જો ૧૫ દિવસમાં આ માર્ગનું સમારકામ ચાલુ નહિ થાય તો ઉગ્ર આંદોલની પણ ઉદ્યોગપતિઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અને આ ચીમકી પાળી બતાવી આજે સવારથી જ સીરામીક ઉદ્યોગકાર આગેવાન હરેશભાઇ બપોલિયા, નિલેશભાઈ રાણસરિયા અને ભરતભાઇ પટેલ સહિતના આગેવાનોએ નેશનલ હાઇવે બ્લોક કરી આંદોલન ઉગ્ર બનાવતા પોલીસ સહિતના અધિકારીઓને દોડધામ થઈ પડી છે.

- text