મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક ઝુંબેશમાં અઢી લાખથી વધુનો દંડ

- text


હાજર દંડ અને આરટીઓ કેસ થકી ટ્રાફિક નિયમન કરાવવા અસરકારક ઝુંબેશ

મોરબી : મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે સીટી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા ઝુંબેશ રૂપી કામગીરી કરી ગત અઠવાડિયામાં વાહનચાલકોને અઢી લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ માસ જાન્યુઆરી માસમાં દ્વિતીય સપ્તાહ દરમ્યાન શહેરના પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરવાની કરવામાં આવેલ જેમાં ટ્રાફિક પોઇન્ટ પર કામ કરતા સ્ટાફ તથા પો.સ્ટે. ના PI, PSI શ્રીઓ તથા બીટ ઇન્ચાર્જ ASI/HC અને તેમના સ્ટાફ અને ડી સ્ટાફ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઇવ રાખી કામગીરી કરવામાં આવેલ જેમાં ખાસ કરીને શહેરના મેઇન બજારના માર્ગો પર એકી બેકીનું પાર્કીંગ વ્યવસ્થિત રીતે થાય, તથા વાહન ચાલકો વનવે મુજબ પોતાના વાહનો ચલાવે તે માટે અવાર નવાર વાહન ચાલકો તથા દુકાનદારોને સમજ કરવામાં આવેલ અને ટ્રાફિક અડચણો લારી, અનઅિધકૃત રીક્ષા પાર્કીંગ, પાથરણા વિ. ને બજારના મુખ્ય માર્ગોમાં ઉભા નહિ રહેવા સમજ કરેલ તથા તે ઉપરાંત વાહન ચાલકો દ્વારા મોટર વ્હીકલ એકટ ના કાયદાના ભંગ બદલ જેવાકે ચીત્રીત નંબર પ્લેટ, અનઅધિકૃત મોટા અવાજ વાળા હોર્ન લગાડેલ હોય, કેપેસીટી થી વધુ પેસેન્જર ભરેલ હોય, કાચ પર કાળી ફિલ્મ લગાડેલ હોય, નવા વાહનમાં ટી. સી. નંબર ના લગાવેલ હોય, લાયસન્સ અને વાહનની રજીસ્ટ્રેશન બુક સાથે ના રાખેલ હોય તેવા વિવિધ કારણોસર નીચે પ્રમાણે એન.સી.કેસ, સ્થળ દંડ, વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

- text

આ ઉપરાંત ડીટેઇન થયેલ વાહનોનું આર.ટી.ઓ. દંડ નીચે પ્રમાણે થયેલ છે.
(૧) કુલ એન સી. કેસ = 615
(ર) કુલ સ્થળ દંડ = Rs. 82,040/-
(૩) કુલ વાહન ડીટેઇન કરવામાં આવ્યા = 70
(૪) ડીટેઇન કરેલ વાહનોનું RTO માં ભરાયેલ દંડ = Rs. 1,35,950/- વસુલ કરવામાં આવેલ

પોલીસ દ્વારા શહેરની પ્રજાજનોને અપિલ કરતા જણાવ્યું હતું કે શહેરના વાહન ચાલકોને અપીલ છે કે વાહન પાર્કીંગના નિયમોનું પાલન કરે, વાહનની નંબર પ્લેટ RTO ના નિયમ / સુચના મુજબની લગાડવામાં આવે, કાર જીપ વગેરે વાહનોમાં કાળા કાચ પર બ્લેક ફીલ્મ ના લગાવે. તથા શહેરમાં વનવે રસ્તાઓ અને એકી બેકી વાહન પાર્કીંગના નિયમોનું પાલન કરી સહકારી આપે.

- text