મોરબી જિલ્લાના વિકાસ કામો માટે વિકાસ કમિશ્નરને રજુઆત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના સીસીરોડ સહિતના વિકાસ કામો માટે અનુદાન અંગે વિકાસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયાએ રાજ્યના વિકાસ કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૨૦૭ મુજબ જીલ્લા અને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને મળતી રેતી કંકર અને અન્ય ગૌણ ખનીજ રોયલ્ટી અને ડેડરેન્ટની આવકના અનુદાનમાંથી વિકાસના કામોમાં સીસીરોડના કામોનો સમાવેશ કરેલ નથી જેથી સત્વરે આવા કામોને મંજુર કરવા જણાવ્યું છે.

- text

વધુમાં હાલમાં મોરબી જિલ્લામાં ઘણા ગામોમાં ભૂગર્ભ ગટર તથા પીવાના પાણીની લાઈન કામો પૂર્ણ થયેલ હોય ત્યાં સીસી રોડની જરુરીયાત રહે છે. અગત્યના અને અગ્રતાવાળા કામો પૂર્ણ થયા બાદ બાકી રહેતી ગ્રાન્ટમાંથી ૧૫ ટકા મર્યાદામાં સીસીરોડ જેવા કામો પર વિચારણા કરી શકાય તેમ જણાવેલ તેમજ રોડના કોઈ કામો હાથ ન ધરવા જણાવ્યું છે ત્યારે ગામોમાં ભૂગર્ભ ગટર તથા પાણીની લાઈનના કામો પૂર્ણ થયેલા હોય તેવા ગામોમાં સીસીરોડના કામો મંજુર કરવા અંગે જરૂરી નવી ગાઈડ લાઈન બહાર પાડવાની માંગ કરી હતી.

આમ, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ લોકોની જરૂરીયાત મુજબ કામો હાથ ધરી શકાય તે માટે સત્વરે નિર્ણય કરવા રજુઆતના અંતે જણાવ્યું હતું.

- text