ટંકારાના હડમતીયા ગામે  સ્વચ્છતાના પૂજારી કિશોરભાઈની અનેરી સેવા

- text


બાગ-બગીચા, રામજી મંદિર ચોક કે સ્કુલોની આસપાસ દેખાતો કચરો પલવારમાં નિકાલ કરી નાખે છે આ અનોખા માનવી

ટંકારા : સમગ્ર દેશમાં જયારે સ્વચ્છતાની ઝુંબેશ ચાલુ છે ત્યારે ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં અેક સ્વચ્છતાનો પુજારી કહી શકાય તેમ સ્વાધ્યાય પ્રેમી કિશોરભાઈ કામરીયા દિનચર્યામાં નવરાશની પળમાં બેસી રહેવાને બદલે કઈક ને કઈક પ્રવૃતી કરતા નજરે પડે છે.
જાહેર સ્થળ જેવા કે રામજી મંદિર ચોક, બેંક, બાગ-બગીચા, સ્કુલોની આસપાસ દેખાતો વેસ્ટ કચરો અને પ્લાસ્ટીક સાવરણાથી વાળી અેકઠો કરી સળગાવી દે છે.

- text

” કહેવા કરતા કરવુ સારુ” ની નીતી ધ્યાનમાં રાખી કોઈને પણ કહ્યા વિના પોતે જાત મહેનત જિંદાબાદ સમજીને પોતાની પ્રવૃતી ચાલુ કરી દે છે. આજના યુવાનોને કિશોરભાઈ શાનમા જ સંદેશો આપે છે કે જાહેર જગ્યા પર પાન-માવા ખાઈને જયાં ત્યાં પ્લાસ્ટીક નાખવુ ન જોઈઅે.

આજકાલ યુવાનો આવા સ્વચ્છતાના પુજારીને લોકો “ગાંડો” શબ્દ પ્રયોગ કરતા હશે પરંતુ વિચારો તો આ અેક સાચો દેશભક્ત મહા માનવ કહેવામા જરા પણ ખોટું નથી. આવા દેશભક્ત સ્વચ્છતાની મિશાલ જગાડનાર કિશોરભાઈ કામરીયાને વંદન કરવાનુ મન જરુર થશે.

સ્વચ્છતાની પ્રવૃતીના ફોટા તેની જાણ બહારથી લેવામાં આવ્યા છતા તે જોઈ જતા કિશોરભાઈ કામરીયાઅે પ્રેસમા ન આપવા પણ ભલામણ કરેલ અને કહ્યું કે,”દેશના દરેક નાગરીકની આ ફરજ છે”

- text