મોરબી જિલ્લામાં ટેકાના ભાવે રૂ.૭૧.૭૯ કરોડની મગફળીની ખરીદી

- text


મોરબી જિલ્લામાં હળવદ,વાંકાનેર ટંકારા અને મોરબી તાલુકાના ખેડૂતોને લાભ

મોરબી : મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી જોરશોરથી ચાલી રહી છે જેમાં ટંકારા, હળવદ અને મોરબી તાલુકામાંથી અત્યાર સુધીમાં રૂપિયા ૭૧.૭૯ કરોડની મગફળી ખેડૂતો પાસેથી ખરીદ કરવામાં આવી છે.

સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકા ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની કામગીરી કાર્યરત છે. મોરબી ખાતે મોરબી અને ટંકારા તાલુકાની સંયુકત રીતે ખરીદીની કામગીરી કાર્યરત છે. આજદિન સુઘી ત્રણે કેન્દ્રો પર કુલ ૧,૫૯,૫૮૬.૭ ક્વિન્ટલ મગફળીની ખરીદી થયેલ છે, જેની કુલ કિંમત રૂા.૭૧.૭૯ કરોડ છે જે પૈકી અત્યાર સુઘી રૂા.૪૮.૦૬ કરોડ રૂપિયા ચૂકવેલ છે.

- text

સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા થાય તે માટે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અઘિકારી એસ.એમ.ખટાણાનાં સીઘા માર્ગદર્શન અને પ્રાંત અઘિકારીશ્રીઓની સીઘી દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવે છે.

ખરીદ કેન્દ્ર પર પુરતા પ્રમાણમાં બારદાનનો જથ્થો તેમજ સંગ્રહ માટે ગોડાઉન ઉપલબ્ઘ રહે તેની વ્યવસ્થા રાખવામાં આવે છે. કેન્દ્ર પર મગફળીની ખરીદી સમયે ખેડૂતોને સરળતા રહે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ઘ કરવા તંત્ર દ્વારા પુરતી કાળજી રાખવમાં આવે છે.

- text