હવે મારી પત્નીને ક્યારેય નહીં તરછોડું : મોરબીમાં ૧૮૧ અભયમ ટીમે ઘર ભાંગતું બચાવ્યું

- text


સાત વર્ષથી લગ્ન વગર રહેતા પતિએ પત્નીને કાઢી મુક્યાં બાદ ૧૮૧ એ પતિ-પત્નીનું સુખદ મિલન કરાવ્યું

મોરબી : મોરબી ૧૮૧ અભયમની ટીમે આજે એક ઘર ભાંગતું બચાવી સાત વર્ષથી લગ્ન કર્યા વગર પતિ-પત્ની તરીકે રહેતા અને એક બાળકના માતા-પિતા બનેલા દંપતીને કાયદેસરના લગ્ન કરવાની વિધિ કરાવી દેતા તરછોડેલી પત્નીનો પતિએ સ્વીકાર કરી હવે ક્યારેય મારી પત્નીને નહિ છોડું તેવા ઉદગારો કાઢ્યા હતા.

મોરબી ૧૮૧ ની ટીમને એક થર્ડ પાર્ટી ફોન આવ્યો હતો. અને ફોનમાં જણાવ્યું હતુકે, એક બહેનને તેના પતિએ મારમારીને ઘરની બહાર કાઢી મુક્યા છે. આ બનાવની જાણ થતા મોરબી ૧૮૧ ટીમ જાગૃતિબેન મકવાણા અને પાયલોટ દિલીપભાઈ દુબરિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા. અને ત્યાં જાણવા મળ્યું હતું કે, તે બહેન ૭ વર્ષથી સામે વાળા વ્યક્તિ સાથે લગ્ન કર્યા વિના રહેતા હતા. અને તેમને એક પુત્રી પણ છે.

બહેનને તેના માતાપિતા સાથે પણ કોઈ સંપર્કમાં નથી અને જેમની સાથે રહેતા હતા તે ભાઈએ બેનને મારમારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા.

- text

જેથી જાગૃતિબેન દ્વારા આ બેનનું  કાઉન્સીલીંગ કરી સમજાવ્યા હતા. અને સામે વાળા વ્યક્તિ પાસે જઈને તેમને પણ સમજાવ્યા હતા. મજાની વાતતો એ છે કે ૧૮૧ ટીમએ નારી અદાલતનો સંપર્ક કરી બંનેના કાયદેસર રીતે લગ્ન કરવા માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આમ,આજે એક નિરાધાર બહેનને મોરબી ૧૮૧ ટીમએ આધાર અપાવ્યો હતો. આ તકે મહિલાના પતિએ જણાવ્યું હતુકે, અત્યાર સુધી તેમને કોઈનું યોગ્ય માર્ગદર્શન નોતું મળ્યું અને પરિસ્થિતિના કારણે લગ્ન કરી શક્યા નહોતા. અને આજ પછી ક્યારે પણ હું મારી પત્નીને તરછોડીશ પણ નહી.

આમ ૧૮૧ અભયમની સજાગતા અને માનવતા ભર્યા અભિગમને કારણે એક ઘર તૂટતું બચવાની સાથે નિર્દોષ સંતાનના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

- text