હડમતિયાના બાળ કલાકારે થર્મોકોલ પર શાંતાક્લોઝ બનાવ્યા

- text


નાતાલની રજાના દિવસે શાંતા અને ક્રિસમસ ટ્રી ની તસ્વીર બનાવી બાળકોઅે શાંતીનો સંદેશ આપ્યો

ટંકારા : સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ઉજવાય રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાના હડમતિયામાં બાળ કલાકારે થર્મોકોલની સીટ પર “શાંતા ક્લોઝ અને ક્રિસમસ ટ્રી” નું પેન્ટીંગ બનાવી શાંતિનો સંદેશ આપ્યો છે.

- text

૨૫મી ડિસેમ્બર અેટલેે નાતાલ ખ્રિસ્તીધર્મના ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મનું પર્વ. સમગ્ર વિશ્વમાં વસતા ખ્રિસ્તીઓ પરંપરાગત આનંદ-ઉમંગથી નાતાલના પર્વની ઉજવણી કરે છે. તા.૨પ ડિસેમ્બરે ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં જઈ વિશેષ પ્રાર્થનામાં ભાગ લે છે. ઉપરાંત ઘરને રંગબેરંગી રોશની અને ક્રિસમસ ટ્રીથી સજાવે છે. તા.૨૫ ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધીનો સમયગાળો મિની વેકેશન ઉજવે છે ત્યારે હડમતિયાના સામાજિક કાર્યકરના પુત્ર અભિષેક રમેશભાઈઅે પોતાના ઘેર થર્મોકોલ પર અથાગ પ્રયત્નોથી આબેહુબ “શાંતાક્લોઝ અને ક્રિશમસ ટ્રી” ની તસ્વીર બનાવી પ્રજાજનોને શાંતિનો સંદેશ આપ્યો છે.

- text