ગ્રીનચોકથી નગર દરવાજા સુધી ગટર ગંગા : વેપારીઓ ત્રાહિમામ

- text


અમારા વેપાર ધંધા ભાંગી ગયા હવે તો કંઈક કરો : નગર પાલિકા પ્રમુખને રજુઆત

મોરબી : મોરબી શહેરનું નામ પડતા જ ગંદકીનું દ્રશ્ય નજર સમક્ષ આવે ! મોરબી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય એટલી હદે વધ્યું છે કે આજે નગર દરવાજાથી લઈ ગ્રીનચોક સુધીના વેપારીઓએ કંટાળી જઈ પાલિકા કચેરી સામે મોરચો માંડી ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબી શહેરના રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં આજકાલ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેનાથી કંટાળી આજે મોરબી નગર દરવાજા ચોકથી લઈ ગ્રીનચોક સુધી દુકાન ધરાવતા વેપારીઓ ગંદકીનું સામ્રાજ્ય હટાવાની માંગ સાથે પાલિકા કચેરી દોડી ગયા હતા.

- text

વધુમાં વેપારીઓએ રજુઆત કરતા જણાવ્યું હતું કે દિવાળી બાદથી રોજે-રોજ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ રોડ ઉપર વહી રહ્યા હોવાથી ગ્રાહકો આવતા બંધ થયા છે અને વેપારીઓને પણ તીવ્ર વાસને કારણે દુકાન ખોલવી મુશ્કેલ બની છે.

આ સંજોગોમાં તમામ વેપારીઓએ તાકીદે ગટર ઉભરાવવાની સમસ્યાનો અંત લાવવા પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી.

 

- text