મોરબીના મેડિકલ સ્ટોરમાં નાણાં તફડાવનાર તસ્કર બેલડી ઝબ્બે

- text


પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કાલિકા પ્લોટના બે શખ્સોને ઉપાડી લીધા ૪૦ હજાર રોકડા કબ્જે

મોરબી : મોરબીમાં સુપર ટોકીઝ વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોલમાં વેપારીની નઝર ચૂકવી રી.૪૦ હજારની ચોરી કરનાર તસ્કર બેલડીને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબમોરબી મા ગત તા૧૬ ના રોજ સુપર ટૉકીઝ પાસે આવેલ સંજીવની મેડીકલ સ્ટોર્સ માંથી ૪૦૦૦૦ રૂપીયા ની અજાણ્યા બે બાઈક સવાર શેમ્પુ આપો કહી નજર ચુકવી ઉઠાંતરી કરતા આ મામલે દુકાન માલીક હિમતલાલ મોહનલાલ નગવાડીયાજાતે પ્રજાપતિ રહે.કુભાર શેરી મોરબી વાળાએ એ-ડિવીઝન પોલીસ મા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

જેમા એ ડિવીઝન પોલીસે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ એ-ડિવીઝન પીઆઈ આર.જે.ચૌધરી,પીએસઆઈ એમ.વી.પટેલ દ્વારા આજુબાજુ ના સીસીટીવી કેમેરા ચેક કરતા બે શખ્સો ની શંકાસ્પદ હિલચાલ જણાતા પીએસઆઈ પ્રદિપસિંહ વાઘેલા તેમજ ડી-સ્ટાફના નિર્મળસિંહ,રસીકભાઈ, કિશોરભાઈને સાંજે  સીસીટીવી માના શખ્સો મોટરસાયકલ બાઈક લઈ નર્મદા હોલ પાસે કાલીકા પ્લોટ નજીક ઉભા હૉવાની બાતમી મળતા બાતમીના આધારે ત્યા જઈ બે શખ્સોની શંકાને આધારે પોલીસ મથકે લાવી અને કડક પુછપરછ કરતા તે પૈકીના એક મોહીન ઈસ્માઈલભાઈ ચાનિયા જાતે સંધી ઉ.વ.૧૮ અને બીજો અફઝલ મામદભાઈ ચાનિયા જાતે સંધી ઉ.વ.૨૦ રહે.બંન્ને રહે.નર્મદા હોલ પાસે કાલીકા પ્લોટ મોરબીવાળો હૉવાનુ ખુલતા તેની તપાસ કરતા રોકડા રૂપીયા ૪૦૦૦૦ મળી આવ્યા હતા.

- text

જેમા વધુ કડક તપાસ દરમ્યાન આ રૂપીયા સંજીવની મેડીકલમા આચરેલ ચોરીના હોવાનુ કબુલતા પોલીસે હિરોહોન્ડા મોટરસાયકલ બાઈક નં.જીજે ૩૬ એચ ૧૬૯૪ કિમત રૂપીયા ૩૦૦૦૦ મળી કુલ રૂપીયા ૭૦૦૦૦ ના મુદ્દામાલ સાથે બંન્ને શખ્સો ની ધરપકડ કરી અન્ય કોઈ ગુનામા સંડોવાયેલ છે કે કેમ તે માટે રિમાન્ડની માંગણી સાથે આવતીકાલે કોર્ટમા રજુ કરવા એ-ડિવીઝન પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાવામા આવી છે.

- text