મોરબીમાં મચ્છીપીઠ નજીક રહેણાંક મકાનમાં આગ ભભૂકી

- text


મુસ્લિમ પરિવારના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠ વિસ્તારમાં રહેણાંક મકાનમાં અગ લાગતા મુસ્લિમ પરિવારની ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી,જો કે સદનસીબે ફાયરબ્રિગેડ સમયસર પહોંચી આગને ગણતરીની કલાકોમાં કાબુમાં લઈ લીધી હતી અને આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા અને મચ્છી વેચવાનો ધંધો કરતા અબ્દુલભાઇ ખામીશાના મકાનમાં આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘરના તમામ સદસ્યો ઘર બહાર દોડી આવ્યા હતા અને જોત જોતામાં તો આગે વિકરાળરૂપ ધારણ કરી લેતા તુરત જ મોરબી ફાયરબ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી.

- text

વધુમાં ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવતા તુરત જ મોરચો સંભાળી લઈ ફાયરબ્રિગેડ સ્ટાફે ગણતરીની કલાકોમાં જ આગને કાબુમાં લઈ લીધી હતી.

વધુમાં રહેણાંક મકાનમાં આ આગ લાગવા પાછળ શોર્ટ સરકીટ કારણભૂત હોવાનું ઘર માલિકે જણાવ્યું હતું. આ આગને કારણે અબ્દુલભાઇના ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે,જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાણહાની થવા પામી નથી.

ફાઇલ તસ્વીર

- text