મોરબીમાં મતદાન કરનાર ૭૫૦ નાગરિકોને ટફન ગ્લાસની ભેટ મળી

- text


મતદાર જાગૃતિ માટે મોરબીની ગાયત્રી મોબાઈલ શોપની ઝુંબેશને જબરો પ્રતિસાદ

મોરબી : મોરબીમાં મતદારો જાગૃત બની મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સાથે-સાથે મોરબીની ગાયત્રી  મોબાઈલ શોપ દ્વારા કરવામાં આવેલી અપીલને લોકોએ જબરો પ્રતિસાદ આપતા બદલામા મોબાઈલ શોપ ધારકે અંદાજે ૭૫૦ લોકોને મફતમાં મોબાઈલ ટફન ગ્લાસની ભેટ આપી હતી.

વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્વે મોરબીના ગાયત્રી સિલેક્શન મોબાઈલ શોપના માલિક સંજયભાઈ દ્વારા જે મતદાર મતદાન કરી પોતાની દુકાને આવી આંગળી ઉપર શાહીનું નિશાન બતાવે તેમને ફ્રી માં મોબાઈલ ટફન ગ્લાસ નાખી આપવા જાહેરાત કરી મતદાર જાગૃતિ માટેની ઉમદા ફરજ બજાવી હતી.

- text

બીજી તરફ ગાયત્રી સિલેક્શનના સંજયભાઈની આ અપીલે લોકોમાં સારી અસર છોડી હતી અને મતદાન બાદ અંદાજે ૭૫૦ જેટલા યુવક-યુવતીઓએ તેમની મોબાઈલ શોપની મુલાકાત લઈ મતદાન કર્યાની નિશાની બતાવતા તેઓએ તમામને મોબાઈલ ટફન ગ્લાસ નાખી આપ્યા હતા.

આમ, મોરબીના મતદારોને જાગૃત કરવામાં મોરબી જિલ્લા વહીવટીતંત્રની સાથે-સાથે સંજયભાઈ જેવા જાગૃત લોકોના પ્રયત્નથી લોકશાહીમાં વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરાય રહ્યા છે.

- text