ઓખી વાવાઝોડાને પગલે મોરબી જિલ્લાની ૧૭ ગામોની શાળામાં રજા જાહેર

- text


મોરબી અને માળીયા તાલુકાના દરિયાકાંઠાના ગામો પ્રભાવિત થાય તેવી શકયતા જોતા શાળાઓમાં રજા જાહેર કરાઈ

મોરબી : આજે રાત્રે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકનાર ઓખી નામના વાવાઝોડાના કારણે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના પગલાં ભરવા શરૂ કર્યા છે અને આવતીકાલે મોરબી તેમજ માળીયા તાલુકાના ૧૭ ગામડાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અરબી સમુદ્રમાં ઉદભવેલું ઓખી નામનું વાવઝોડું ધીમી ગતિએ ગુજરાત, સૌરાષ્ટ્ર તરફ આગળ ધપી રહ્યું છે અને આજે રાત્રે સુરતના દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચ્યા બાદ સૌરાષ્ટ્ર તરફ આગળ ધપશે, દરમિયાન ઓખી વાવઝોડું મોરબી જિલ્લાના દરિયાકાંઠાના માળીયા અને નવલખી વિસ્તારમાં અસર પહોંચાડી શકે તેમ હોય જિલ્લા કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવી દીધો છે અને અધિકારી કર્મચારીઓની રજાઓ રદ કરી તંત્રને હાઇએલર્ટ પર રહેવા સુચના જારી કરી છે.

- text

વધુમાં ઓખી વવાઝોડાને કારણે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે મોરબી અને માળીયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ગામોની શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ જારી કર્યો છે જે અંતર્ગત મોરબીના ઊંટબેટ, શામપર, ફાટસર, રામપર, પાડાબેકર, ઝીંઝુડા તેમજ માળીયા તાલુકાના લવણપુર, વર્ષામેડી, વવાણીયા,લક્ષ્મીવાસ, ભાવપર, બગસરા, જાજાસર, હરિપર, ચીખલી, વેણાસર, બોડકી, મંદરકી સહિતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
જો કે જિલ્લા કલેકટરશ્રી દ્વારાઉપરોક્ત તમામ ગામની શાળાઓમાં જાહેર કરી તમામ શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવ્યું છે.

- text