હળવદમાં રાતકડી ખાતે શ્રમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

- text


બહ્મલીન મહંતશ્રી રામકૃષ્ણનંદ સરસ્વતીની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી રાતકડી હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન સમસ્ત હળવદના ગોરી દરવાજા તથા શહેર સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે.

- text

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન શ્રી અર્જુનદાસ સારથી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કથાનો પ્રારંભ તા.21 અને મંગળવારના સવારે 7:30 કલાકે મુખ્ય યજમાન ઘનશ્યામભાઈ હડિયલના ઘરેથી વાજતેગાજતે શોભાયાત્રા નિકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં કથા સાંભળી ધન્યતા અનુભવી રહ્યા છે તો સાથોસાથ હળવદ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં કથામાં શ્રી અર્જુનદાસજી મહારાજનું વક્તવ્યથી ભકતો પુલકિત થયા હતા. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં હજારોની સંખ્યામાં ભકતો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તા.27ના સોમવારે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ થશે.

- text