મોરબીમાં સિરામિક ફેકટરીમાં મજૂરના અપહરણ:પાંચ સામે ફરિયાદ

- text


ટીમ્બડી ગામના પાટિયા નજીક મજૂરોને કામે રાખવાની ખેંચતાણમાં બનેલી ઘટના:નાણાંકીય લેતીદેતી પણ કારણ ભૂત

મોરબી:મોરબીની સીરામીક ફેકટરીમાં મજૂરોને કામે રાખવાની ખેંચાખેચીમાં એક કારખાના માલિકના માણસોએ બીજા કારખાનેથી મજૂરોનું અપહરણ કરી બઘાડાટી બોલાવતા મામલો મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે અપહરણ, રાયોટિંગ સહિતનો ગુન્હો નોંધ્યો છે.

જાણવા મળતો વિગતો મુજબ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક કારખાનું ધરાવતા અશોકભાઈ ત્રિભોવનભાઈ અઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વીનું જીવા વાઢેર, રે.લાલપર, અને કોરોના સીરામીકના લેબર કોન્ટ્રાક્ટર રોહિતદાસસિંઘ અને તેમના ચાર માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ઉપરોક્ત પાંચેય ઈસમો તેમના કારખાને આવી લાકડી,પાઇપ ધોકા સહિતના હથિયારો વડે મજૂરોને ધાક ધમકી આપી બળજબરીથી તેમના વાહનમાં અપહરણ કરી ઉપાડી ગયા હતા.

- text

વધુમાં કારખાનામાં કામ કરવા બાબતે ધરાર મજૂરોના અપહરણની આ ઘટના પાછળ રૂપિયા પાંચથી સાત લાખની લેતી દેતી પણ કારણ ભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે મોરબી તાલુકા પોલીસે અપહરણ જાહેરનામા ભંગ અને રાયોટિંગ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ જમાદાર રાણા ચલાવી રહ્યા છે.

- text