- text
સોશ્યલ મીડિયામાં સ્વચ્છતા- શૌચાલય નો દુહો ધૂમ મચાવે છે
મોરબી:આજની સળગતી સમસ્યાઓને વાચા આપવા મોરબીના જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ ના તબીબો અને યુવાનોની ટીમ દ્વારા અવનવી પેરોડી અને દુહા છંદ સાથેના વિડીયો વાઇરલ કરી સમાજને ખૂબ જ અસરકારક સંદેશો આઓવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં શૌચાલય અને સ્વચ્છતાનો વધુ એક વિડીયો બનાવી વાઇરલ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ ના ડો.જે.એમ.કતિરાએ સોશ્યલ મીડિયા થકી સ્વચ્છતા,પ્રદુષણ અને શૌચાલય મુદ્દે જન જાગૃતિ લાવવા નવરાત્રિને અનુરૂપ દુહા છંદ વાળો વિડિયો બનાવી વાઇરલ કરાયો છે આ અગાઉ સોનુ તને મારા પર ભરોસો નહિ કે પેરોડી જેવી જ રમુજી પેરોડી બનાવી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી હતી જે ખૂબ જ લોકપ્રિય બની છે.
- text
મોરબીના યુવાનોનો સાથ લઈ બનવવામાં આવેલ આ સ્વચ્છતા સંદેશો આપતા દુહા છન્દનું લેખન જી.વી.ગામ્ભવાએ કર્યું છે.જેનું ડાયરેક્શન અને કેમેરા સેટઅપની જવાબદારી ડો.જય નીમાવતે નિભાવી છે.
આ વિડીયોના લીડ રોલમાં જી.વી.ગામ્ભવા,ડી.એમ સાંગાણી,સુરેશ બોપલીયા,ડી.ટી.કૈલા,આર.જી.ચંદ્રાલા,અશોક પાચોટીયા,શૈલેષ ગૌસ્વામી અને જાવેદ આબદા સહિતનાઓએ ભૂમિકા ભજવી છે.
- text