સરવડ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા બુથ લેવલની મિટિંગ મળી

- text


માળિયા મીયાણાના સરવડ ગામે કોગ્રેસ પક્ષને મજબૂત કરવા બુથ લેવલની મિટિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને દરેક ગામના લોકો જોડાયા

- text

હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં યોજાવાની છે જે જોતા રાજકીય પક્ષો કોંગ્રેસ બીજેપી દ્વારા કાર્યક્રમો અને મિટિંગોના દોર ચાલુ થઈ ગયા છે
ગત તારીખ 22 ના રોજ સરવડ ખાતે કોગ્રેસ દ્વારા અને કોગ્રેસ પક્ષ માથી અગ્યાર ઉમેદવારો કે જેવોએ પોતાની ઇચ્છા દર્શાવીને ચુંટણી લડવા જેમને માંગણીઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો પાસે રાખી છે જેમની માંગણીઓને લઇને આજે નિરીક્ષકોએ મોરબી માળિયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં રૂબરૂ જઇને જે તે ગામના સ્થાનિક આગેવાનો અને લોકો પાસેથી માહિતી મેળવી અને રીપોર્ટ ઉપર મોકલાવશે સાથે પક્ષના આગેવાનો પાસેથી પણ જરૂરી માહિતીઓ માંગી આ વખતે કયાય કાચુ ન કપાઇ તેવી તકેદારી રાખીને કામગીરી આરંભી દીધી હતી સાથે આજે બુથ લેવલની એક મિટિંગ નુ પણ આયોજન કરાયુ હતુ જેમા અગ્યાર ટીકિટ વાછ્છુકો પણ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં માળિયા તાલુકાના લોકો જોડાયા હતા જેમાંથી કોગ્રેસ અગ્રણી બ્રિજેશ મેરજા, કિશોર ચીખલીયા, લલીતભાઇ કગથરા, મુકેશ ગામી, ઘનશ્યામ જાકાસણીયા, બેચરભાઇ હોથી સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નિરીક્ષકો પણ હાજર રહ્યા હતા કોગ્રેસના અગ્યાર ટીકિટ માંગણીદારોએ દરેક કાર્યકરોને જણાવ્યુ હતુ કે હવે અમે અગ્યાર માંગણીદારોએ ગમે તેને ટીકિટ મળશે એની સાથે રહીને એક જ સુરમાં કોગ્રેસ પક્ષ સાથે કામ કરશુ તેવી પણ ટકોર કરી હતી એટલે કાર્યકરો પણ વ્યક્તિને ભુલી ફક્ત પક્ષ તરફથી જે કામગીરી સોપવામાં આવે તે મુજબ જ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો જે વાત ને બધાએ વધાવી લીધી હતી

- text