મોરબી સિવિલમાં અત્યાર સુધીમાં સ્વાઇનફ્લુના ૧૭૭ દર્દીઓ નોંધાયા

- text


સ્વાઇન ફલૂની દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : આરએમઓ

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મોરબીમાં સ્વાઇન ફ્લુનો રોગચાળો મહદઅંશે કાબૂમાં હોવાના આંકડા બહાર આવ્યા છે અત્યાર સુધીમાં ૧૭૭ સ્વાઇન ફલૂના શંકાસ્પદ કેસ સામે આવ્યા હોવાનું સિવિલ આરએમઓએ સતાવાર જાહેર કર્યું છે.
મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓના જણાવ્યા મુજબ સ્વાઇન ફ્લૂના રોગચાળાએ સામાન્ય પ્રજાજનોમાં ભયની લાગણી ફેલાવેલ છે ત્યારે જનરલ હોસ્પિટલ મોરબી ખાતે લોકોને રોગ અટકાયતી પગલાં અંગે સમજણ અને સારવાર આપવાની પ્રશન્સનીય કામગીરી કરવામાં આવી રહી છે.
વધુમાં અત્યાર સુધીમાં મોરબી સ્વાઇનફ્લુના કુલ ૧૭૭ દર્દીઓને સ્વાઇન ફ્લૂની દવા ઓસેલટામાવીર તથા સીરપ આપવામાં આવેલ છે.જે પૈકી કુલ ૫૨ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવેલ તથા ૭૯ દર્દીઓને પ્રાઇવેટ ડોક્ટરોએ દવા પ્રિસ્કાઈબ કરી આપેલ તેઓને પણ તદ્દન મફત સારવાર અત્રેથી ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.
અંતમાં સિવિલ હોસ્પીટલના આરએમઓએ જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોય જરૂરિયાતવાળા દર્દીઓએ બહોળો લાભ લેવા જણાવાયું છે.

- text