મોરબીના ઓમ હોસ્પિટલના ડો.હિતેશ પટેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં લેક્ચર આપશે

- text


માલદીવ ખાતે કાન-નાક-ગળાના તબીબોની ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

મોરબી : કાન, નાક અને ગળાની આધુનિક પદ્ધતિથી સારવાર અંગે આવતીકાલથી માલદીવ ખાતે સમગ્ર વિશ્વના તબીબોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળી રહી છે જેમાં મોરબીના જાણીતા ઓમ હોસ્પિટલના ડો.હિતેશ પટેલ ભાગ લેવા જઇ રહ્યા છે. તેઓ આ કોન્ફરન્સમાં સાઈનસ સર્જરી વિશે લેક્ચર આપશે.
પ્રાપ્ત વિગતો મુજબ મેડિકલ ક્ષેત્રે કાન, નાક અને ગળાની સારવારમાં આધુનિક પદ્ધતિના ઉપયોગ અંગે આવતીકાલથી ચાર દિવસ સુધી સમગ્ર વિશ્વના તબીબો માલદીવ ખાતે યોજાનાર કોન્ફરન્સમાં પોતાના ઓપરેશન, સંશોધન અંગેના અનુભવો રજુ કરનાર છે.
આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મોરબીના જાણીતા કાન, નાક અને ગળાના સર્જન ડો.હિતેશ સતાપરા ધ ડિફિકલ ફ્રન્ટલ સાઈનસ વિષય પર પોતાના અનુભવો અને ઓપરેશન અંગે પોતાનું લેક્ચર આપનાર છે.
વધુમાં આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતમાંથી ચેન્નઈ, ચિત્રદુર્ગા સહિતના જુદા-જુદા રાજ્યના અને વિદેશમાંથી ઇજિપ્ત, બાંગ્લાદેશ સહિતના દેશોના તબીબો ભાગ લેનાર હોવાનું જાણવા મળ્યું છે

- text

.

- text