મોરબીનો મચ્છુ-2 ડેમ રોશનીથી ઝળહળી ઉઠ્યો..જુઓ તસ્વીરો..

- text


મચ્છુ ડેમ રોશની-લેસર શોથી ઝાકમઝોળ:નર્મદગાથા વર્ણવાઈ

નર્મદડેમ રાષ્ટ્રને સમર્પિત કરવા પૂર્વે ધોળી ધજા,મચ્છુ,આજી અને જૂનાગઢના નરસી તળાવ ખાતે જોરદાર કાર્યક્રમો
મોરબી: આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નર્મદાબંધ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે આજે મચ્છુ-૨ ડેમને રોશની અને લેસર શો થી ઝાકમઝોળ કરી નર્મદગાથાનું વર્ણન કરવામાં આવ્યું હતું,આ તકે મોરબી શહેર જિલ્લામાંથી માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કાર્યપાલક ઈજનેર મોરબી સિંચાઈ વિભાગ દ્વારા આગામી આજે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલની ઉપસ્થિતિમાં મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે રોશની,એલ.ઇ.ડી.,તથા લેસર શોનું ભવ્ય આયોજન કરેલ જેમાં નર્મદાબંધ અંગે સાઉન્ડ શો પણ યોજવામાં આવ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે નર્મદાબંધ રાષ્ટ્રને સમર્પિત કરવાની ખુશીમાં આજે સુરેન્દ્રનગરના ધોળી ધજા,રાજકોટના આજી-૧,જૂનાગઢના નરસી તળાવ તેમજ મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો તથા લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે પણ જાહેર જનતા માટે આ કાર્યક્રમ યોજાશે.
દરમિયાન મોરબી ખાતે યોજાયેલ આ લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ અંદાજે રૂપિયા ૩૦ લાખનો ખર્ચ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબીમાં પહેલી વખત યોજાયેલ નર્મદા મહોત્સવના રોશની અને લેસર શો ના ભવ્ય કાર્યક્રમનો અસંખ્ય લોકોએ લાભ લીધો હતો.

- text