- text
શ્રીમદ રાજચંદ્રએ તેમના દાદાને ભેટમાં પોતાના પગનું મોજું અને બંનેની બેઠક વ્યવસ્થાને વર્ષોથી જતન કરી ગૌરવ અનુભવે છે
મોરબી : ઘણા લોકો ઔપચારિક રીતે પોતાના દિવગંત વડીલોના ફોટા રાખીને તેમની પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ આપતા હોય છે. પરંતુ મોરબીના એક જૈન ગૃહસ્થએ પોતાના દાદા અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચંદ્રની પવિત્ર મૈત્રીના સબંધોની સ્મૃતિઓ વર્ષોથી કાળજી પૂર્વક સાચવીને તેમને ભાવવંદના કરે છે. આ પૌત્ર શ્રીમદ રાજચંદ્રએ તેમના દાદાને ભેટમાં આપેલું પગનું મોજું અને બંનેની બેઠક વ્યવસ્થાને કોઈ મુલ્યવાન વસ્તુઓની જેમ સાચવીને ગૌરવની લાગણી અનુભવે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ અને વવાણીયાના શ્રીમદ રાજચંદ્ર અને મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રહેતા મનસુખલાલ કિરતચંદ મહેતા પરમ મિત્ર હતા. બંને વચ્ચે મૈત્રીનો અતૂટ સંબંધ હોવાથી શ્રીમદ રાજચંદ્ર અનેક વખત વવાણીયાના શ્રીમદ રાજચંદ્ર અને મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રહેતા મનસુખલાલ કિરતચંદ મહેતા પરમ મિત્ર હતા. બંને વચ્ચે મૈત્રીનો અતૂટ સંબંધ હોવાથી શ્રીમદ રાજચંદ્ર અનેક વખત વવાણીયાથી મોરબી રહેતા મનસુખલાલ મહેતાના ઘરે મળવા આવતા હતા.બંને વચ્ચે મૈત્રીના મધુર સબંધો અને સંસરણો વાગોળના મનસુખલાલ મહેતાના પૌત્ર શૈલેનભાઈ મહેતા કે. જેઓ મનુભાઈ ડ્રેસવાળા તરીકે ઓળખાય છે. તેઓ કહે છેકે, તેમના દાદાના મોટાભાઈ મનસુખલાલ કિરતચંદ મહેતાની શ્રીમદ રાજચંદ્ર સાથે પવિત્ર મિત્રનો સંબંધો હતો. જેથી શ્રીમદ રાજચંદ્રનો મોરબી સાથે નાતો રહ્યો હતો. અને બંને મિત્રોની સ્મૃતિઓ તેઓનો પરિવાર ત્રણ પેઢીથી સાચવીને તેનું ગૌરવ પૂર્વક જતન કરે છે. મનસુખલાલ મહેતા કાને ઓછું સંભારતા હતા. તેથી શ્રીમદ રાજચંદ્ર મિત્રના ઘરે મોરબી આવતા ત્યારે ઘરમાં બેઠેલા મિત્રને બહાર બોલાવવા માટે શ્રીમદ રાજચંદ્ર બારીમાં કાકરીનો ઘા કરતા જેથી પોતાના મિત્રને મળવા બહાર આવતા અને બંને મિત્રો એજ બારી પાસેની બેઠક વ્યવસ્થામાં કલાકો સુધી સુખ દુઃખની વાતો કરતા હતા. શરૂઆતથી આધ્યામિક રહેલા શ્રીમદ રાજચંદ્ર પાસેથી યાદગીરી રૂપે મનસુખલાલને કોઈ વસ્તુ ભેટમાં આપવાનું કહ્યું હતું. આથી શ્રીમદ રાજચંદ્રે તેમના પગનું મોજું કાઢીને મિત્રને ભેટમાં આપ્યું હતું. આજે આ વાતને વર્ષો વીતી ગયા છતાં આ જૈન પરિવાર પાસે શ્રીમદ રાજચંદ્રના પગનું મોજું સચવાયેલું છે. તેમજ ૨૦૦૧ માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમનું મકાન ખખડી જતાં નવું મકાન બનાવ્યું હતું. પરંતુ શ્રીમદ રાજચંદ્ર અને પોતાના દાદાના સ્મરણ રૂપે એ બેઠક વ્યવસ્થા યથાવત રાખી છે. તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ બને વસ્તુઓ પૂજાની જેમ સાચવીને તેમની ભાવવંદના કરે છે. જોકે અનેક જૈન મુમુક્ષો આ વસ્તુઓના દર્શનાર્થે આવે ત્યારે આ જૈન પરિવાર આ વસ્તુઓને બતાવીને ગૌરવ અનુભવે છે. શ્રીમદ રાજચંદ્રના મિત્ર મનસુખભાઈના પુત્ર ભગવાનદાસ મહેતા વ્યવસાયે ડોક્ટર હતા. પરંતુ તેમણે ક્યારેય ડોકટરી વ્યવસાય કર્યો નથી. તેઓ શ્રીમદ રાજચંદ્રના આધ્યાત્મિકના પ્રભાવ હેઠળ આવ્યા હોવાથી તેમણે શ્રીમદ રાજચંદ્રના જીવન કવન ઉપર ૧૦૦ થી વધુ પુસ્તકો લખ્યા છે.
- text
- text