- text
મોરબી : જલારામ પ્રાર્થના સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરાના પદયાત્રીઓ માટે તા. 15-9 થી 20-9 સુધી ભવ્ય સેવા કેમ્પનું ભુજ નખત્રણા હાઇવે પર માનકુવા ખાતે આયોજન કરવામાં આવશે. આ સેવા કેમ્પમાં ચા-પાણી, નાસ્તો, ભોજન પ્રસાદ, રહેવા તથા નાહવા સહિતની સુવિધાઓ સાથે 24 કલાક મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે. આ સેવા કેમ્પને સફળ બનાવવા માટે જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્ક્ડ, ઉપપ્રમુખ જિતુભાઈ કોટક, મંત્રી રાજુભાઇ ગણાત્રા, સહમંત્રી ચિરાગ રાચ્છ સહિત મંડળના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
- text