ઋત્વિજ પટેલની સભાને લઈને મોરબીમાં પાસના આગેવાનો નજર કેદ

- text


મોરબી : મોરબીમાં આજે ભાજપ પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલના વિજય ટંકાર યુવા સંમેલન સમયે જ બાઇક રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરનાર પાસના આગેવાનોને પોલીસે નજર કેદ કરી લેતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હાર્દિક પટેલ અને દિનેશ બાંમ્બણીયાની ધરપકડને પગલે આજે મોરબી પાસ દ્વારા મોરબીમાં બાઇક રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવાવનો કાર્યક્રમ ઘડી કાઢી ભાજપના યુવા પ્રમુખના કાર્યક્રમ સામે પણ વિરોધ કરવા જાહેર કરાયુ હતું.
જેને પગલે મોરબી પોલીસે પાસના આગેવાન મનોજ પનારા અને અને મનોજ કાલરીયા સહિતના આગેવાનોના ઘરે પોલીસ પહેરો ગોઠવી દઈ નજરકેદ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાસના અન્ય આગેવાનો ઉપર પણ પોલિસે બારીક નજર રાખી નિલેશ એરવાડિયા સહિતનો કાઈ ખેલ ન પાડે તે જોવા પોલીસ કર્મીઓને કામે લગાડ્યા છે.

- text