મોરબી : ભારે વરસાદની આગાહીને પગલે હાઈએલર્ટ : અધિકારીઓની શનિ રવિની રજા રદ્દ

- text


આજ થી 27મી સુધી ભારે વરસાદની ચેતવણી :રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરને સજાગ રહેવા સૂચના

મોરબી: મધ્યપ્રદેશમાં સર્જાયેલ લો પ્રેશર આગળ વધતા ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકારે તમામ કલેટકર શ્રીઓને ત્‍થા જિલ્‍લા વિકાસ અધિકારીઓને હાઇઅેલર્ટ પર રહેવા આદેશ આપ્‍યા છે.જેને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી ઓફસોર ટ્રફ છે. એક સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ ગુજરાત ઉપર દોઢ કિ. મી. ની ઉંચાઈએ છે. જયારે એમ.પી. ઉપરનું હવાનું દબાણ આજે સૌરાષ્ટ્રમાં પહોંચશે. જેની અસરથી ત્રણેક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
એમ. પી. વાળી સિસ્ટમ્સ આજે સૌરાષ્ટ્રમાં પહોંચી જશે. હવે આ સિસ્ટમ કેવી ગતિએ આગળ વધે છે તેના ઉપર આધાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમની અસરથી તા. ૨૧-૨૨-૨૩ અનરાધાર વરસાદ સાર્વત્રિક પડશે.ઉપરાંત આગામી તારીખ ૨૭ સુધી દિવ,દમણ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થવાની ચેતવણી ને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અને મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તમામ કચેરીના અધિકારી અને સરકારી કર્મચારીઓની શનિ અને રવિની રાજા રદ્દ કરવા અને કોઈ પણ અધિકારીને હેડક્વાટર ન છોડવા કલેકટરે આદેશ આપ્યા છે.

- text

- text