મોરબીમાં રાત્રીના 2 થી 4 વાગ્યામાં વધુ 2 ઇંચ

- text


છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં વધુ 2 થી 6.5 ઈંચ વરસાદ : માળીયા-હળવદમાં માં પણ અંતે મેઘરાજાએ હેત વરસાવ્યું

મોરબી : મોરબી પંથકમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસી રહેલા મેઘરાજાએ અંતે આજે વિરામ લીધો છે,જયારે શનિવારની રાત્રીના 2 થી 4 વાગ્યાની વચ્ચે મોરબી શહેરમાં 42 મિમી વરસાદ પડ્યો હતો. અને સવારે 6 થી 8 દરમિયાન માળીયા,મોરબી અને હળવદમાં 5 થી 10 મીમી વરસાદ નોંધાયો છે.અને છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2 થી 6.5 ઇંચ પાણી પડ્યું હતું.

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના ફ્લડ કન્ટ્રોલ રૂમના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં મોરબીમાં 161મીમી, ટંકારમાં 100 મીમી, હળવદમાં 71મીમી, વાંકાનેરમાં 58 મીમી અને માળીયા માં 50 મીમી વરસાદ નોંધાયો છે.

- text

દરમિયાન આજે સવારે 6 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબીમાં 10 મીમી,ટંકારામાં 8 મીમી અને માળીયા માં 54 મીમી વરસાદ નોંધાયો હોવા નું સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું.

મોરબી જિલ્લામાં મોસમનો કુલ વરસાદ

ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં મોરબી જિલ્લા ના તમામ તાલુકામાં મોસમનું કુલ વરસાદ નીચે મુજબ નોંધાયો છે.

મોરબી…..470 મીમી
ટંકારા……968 મીમી
વાંકાનેર….450 મીમી
હળવદ….332 મીમી
માળીયા….256 મીમી

?

- text