મોરબી : પ્લોટનો કબ્જો મેળવવા બાબતે જૂથ અથડામણ : ૭ને ઈજા

- text


મોરબીના ઇન્દિરા નગરમાં પ્લોટનો કબ્જો લેવા મામલે બે જૂથો વચ્ચે મારમારી થઈ હતી. આ મારમારીમાં એક જૂથના ગાજપર રહેતામાં વિજયભાઈ શામજીભાઇ (ઉ.વ.૩૪), ભાવનાબેન જયસુખભાઇ (ઉ.વ.૩૪), કિશનભાઈ શામજીભાઇ (ઉ.વ.૩૦), અમરતબેન શામજીભાઇ (ઉ.વ.૬૦) અને સામા પક્ષ જૂથના ઇન્દિરા નગરમાં રહેતા દિનેશભાઇ ચોંડાભાઈ (ઉ.વ.૨૫), ભરતભાઇ ચોંડાભાઈ (ઉ.વ.૩૪) અને કમુબેન મનુભાઈ (ઉ.વ.૩૫)ને ઇજા પહોચતાં આ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ હોસ્પિટલ દોડી જઈને બંને પક્ષની ફરીયાદ નોંધવા તજવીજ હાથધરી છે.

- text

- text