મોરબી : ૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનતાને સહભાગી બનવા અનુરોધ

- text


પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેલ રોડ મોરબી ખાતે સવારના ૫:૪૫ વાગ્યે યોગ દિનની ઉજવણી થશે : જિલ્લા કલેકટર

મોરબી : વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે મોરબી જિલ્લામાં તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ગઈ છે. સમગ્ર જિલ્લામાં યોગ ટ્રેનીગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તા.૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાની ઉજવણી “પોલીસ પરેડ ગ્રાઉન્ડ” જેલ રોડ મોરબી ખાતે સવારના ૫:૪૫ કલાકે રાખેલી છે. જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા મોરબીની જનતાને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.⁠⁠⁠⁠

- text

- text