મોરબી : ક્રાઈમ અપડેટ (19-06-17)

- text


પરણીતાને ત્રાસની ફરિયાદ
નેહાબેન નીશીતકુમાર જીવરાજાણી જાતે લુવાણા ઉવ ૨૪ને (૧) કોકીલાબેન સુભાષભાઇ જીવરાજાણી (૨) નીશીત ભાઇ સુભાષ ભાઇ જીવરાજાણી (૩) હીમાણી બેન અંકીત કુમાર પોપટ (૪) અંકીત કુમાર પોપટે શારીરિક માનસીક ત્રાસ સાથે ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કરીયાવર લઇ આવવા મેણાટોણા મારવાનાં ગુન્હો કર્યા બાબતે શ્રી પી.એચ.લગધીરકા પો.સબ. ઇન્સ. મોરબી સીટી એ ડીવીજને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

અક્સમાતમાં મોત
જી.આઇ.ડી.સી નાકા પાસે સ્વામી નારાયણ મંદીર ની પાસે રોડ પર રમેશભાઇ સવજીભાઇ પટેલ ઉ.વ પ૨નાં માતાશ્રીને અજાણ્યા મોટર સાયકલ ચાલકે તેના હવાલા વાળુ મો.સા પુર ઝડપે અને ગફલત ભરી રીતે તેમજ બેદરકારીપૂવૅક ચલાવતા ફરિયાદીનાં માતાને હડફેટે લઇ ફગોળી દઇ માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા થતા મરણ થયું હતું. આથી નાશી ગયેલા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુન્હો કર્યા બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text