મોરબી : એફએમસીજી કંપનીનાં અધિકૃત વિક્રેતાઓને થતી અગવડો અંગે ચેમ્બર ઓફ કોમર્સની અપીલ

- text


મોરબી ચેમ્બર ઓફ કોમર્સની અખબારી યાદીમાં પ્રમુખ બી.કે પટેલ અને ડી.ડી. ભોજાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં એફ.એમ.સી.જી. કંપનીઓના અધિકૃત વિક્રેતાઓને વેપાર ધંધા માટે અસંખ્ય મુશ્કેલી અને પરેશાની વેઠવી પડે છે. તેમનાં નિર્ધારિત લક્ષ્યાંકો પૂરાં થતા નથી અને માલનો ખોટો ભરવો થાય છે. આથી આર્થિક ખોટ પણ સહન કરવી પડે છે. રાજકોટનાં રીલાયન્સ મોલમાંથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લાવીને મોરબીમાં જુદીજુદી યોજના ઘડીને કંપનીઓના સ્થાનિક ડીસ્ટીબ્યુટર પડતર કિમત કરતાં ઓછા ભાવે માલનું વેચાણ કરે છે. જેના માટે કંપની દ્વારા કોઈપણ જાતની ઓથોરીટી અથવા કરાર ન હોય છતાં મોરબી જિલ્લામાં માલ પોહચાડવાનું કામ કરે છે. કંપની તેમને માલ પોતાના મોલનાં વેપાર પુરતું જ આપે છે. આથી મોરબીના સ્થાનિક ડીસ્ટીબ્યુટર વેપાર- ધંધો કરવા માટે આર્થિક ફટકો પડે છે. તેમજ ડીસ્ટીબ્યુટર સાથે કામ કરતાં સેલ્સમેન તથા ડિલેવરીમેનની રોજગારીનો પ્રશ્ન પણ ઉદ્દભવે છે. આથી અનઅધિકૃત વેપારીઓને જાણ કરવામાં આવે છે કે આ અયોગ્ય નીતિ તાત્કાલિક બંધ કરે અન્યથા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સીધા પગલા ભરવાની ફરજ પડશે.⁠⁠⁠⁠

- text

- text