મોરબી : ઈન્ડિયન લાઈન્સ ક્લબ અને દિપ હોમીયો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

- text


તા.૨૪ અને ૨૫ જૂનના રોજ ક્લબનાં સભ્યો અને પત્રકાર પરિવાર માટે બે દિવસ સંપૂર્ણ નિ:શુલ્ક નિદાન-સારવાર આપવામાં આવશે : ડો.નિલેશભાઈ ગામી

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ અને દિપ હોમીયો ક્લીનીક ૧૮માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યું છે એ અવસર નિમિત્તે તા.૧૦થી ૨૫ જૂન દરમિયાન ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન દિપ હોમીયો ક્લીનીક રામચોક મોરબી ખાતે સવારે ૯થી ૧ અને સાંજે ૪થી ૭ વાગ્યા દરમિયાન કરવામાં આવેલુ છે. જેમાં વા-સંધિવા, સાયટીકા, સ્પોન્ડેલાઈટીસ, ડોક,પીઠ, કમર દર્દ, મણકા તથા ગાડી ખસવી, ગોઠણ-એડી દર્દ, છાતી-પેટ-પેડુ દર્દ, આંખ-કાન-નાક-ગળાના દર્દ, માસિક દર્દ, પથરી, કપાસી, એપેન્ડીકસ, માથાનો દુખાવો, આધાશીશી, ગેસ-એસીડીટી, હરસ-મસા-ફીસર, એલર્જીક શરદી અને સ્કીનના રોગ, વજન ઘટાડવા, સુડોળ શરીર બનાવવા, મોઢાંના ચાંદા તથા દાંતના રોગ માટે સારવાર આપવવામાં આવશે. તેમજ દવા અને ટ્રીટમેન્ટમાં ૨૫% ડીસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
ઈન્ડિયન લાઈન્સના સભ્યશ્રીઓ તથા પત્રકારો માટે તા. ૨૪ અને ૨૫ જુનનાં રોજ બે દિવસ સુધી સંપૂર્ણ નિદાન અને સારવાર આપવાનું જણાવતા ડો. નીલેશ ગામીએ સંસ્થાના ભાવેશભાઈ દોશી (સેક્રેટરી), ઘનશ્યામભાઈ અઘારા અને રમણભાઈ મહેતા (ઉપપ્રમુખ), હર્ષદભાઈ ગામી (પ્રમુખ) વતી કેમ્પનો લાભ લેવા સૌને જણાવ્યુ છે.

- text

- text