૧૪૪ની કલમ પ્રજાનો અવાજ રૂંધવાનો પ્રયાસ : બ્રિજેશ મેરજા

- text


કોઈપણ પ્રતિબંધની પરવા કર્યા વગર કોંગ્રેસ લોકહિત માટે સવિનય કાનૂન ભંગ કરીને ખેડૂતો માટેના રસ્તા રોકોનો કાર્યક્રમ કરીને જ જંપશે : બ્રિજેશ મેરજા

મોરબી જિલ્લામાં મંજૂરી વગર ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિધ્ધ કર્યું છે. તે સામે આક્રોશ વ્યક્ત કરતાં જિલ્લા કોંગ્રેસ પમુખ બ્રિજેશ મેરજા એ જણાવ્યુ છે કે, સરકારી તંત્ર છાશવારે મોરબી જિલ્લામાં  ૧૪૪ કલમ લાગુ પાડીને પ્રજાનો અવાજ રૂંધવાનો આ પ્રયાસ કરે છે. જેને કોંગ્રેસ સાંખી નહિ લે. માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં ઓઠા હેઠળ આ રીતે ભાજપની સરકાર લોકસમસ્યાઓને વાચા આપવા કોંગ્રેસ દ્વારા થતી જાહેરસભા અને રેલીઓને અટકાવવાથી વિશેષ કઈ નથી. કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લામાં પ્રજાહિતમાં વારંવાર થતા આંદોલનાત્મક કાર્યક્ર્મને કચડી નાખવાનું આ પગલું વ્યાજબી નથી. આ પ્રકારના કોઈપણ પ્રતિબંધની પરવા કર્યા વગર કોંગ્રેસ લોકહિત માટે સવિનય કાનૂન ભંગ કરીને ખેડૂતો માટેના રસ્તા રોકોનો કાર્યક્રમ કરીને જ જંપશે. મોરબીની પ્રજા પોતાનો અવાજ લોકતાંત્રિક ઢબે રજૂ કરી શકે તે માટે તાત્કાલિક જાહેરનામુ પાછું ખેચી લેવા જિલ્લા વહીવટી તંત્રને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text