- text
કન્સલ્ટિંગનો ધંધો કરતો યુવાન છેતરાતા 13 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં કન્સલ્ટિંગનો ધંધો કરતા યુવાન સાથે વોટ્સએપ મારફતે પરિચય કેળવી ભેજાબાજ ગઠિયાઓએ શેરબજારમાં રોકાણના નામે 50 લાખની છેતરપિંડી કરતા 13 આરોપીઓ વિરુદ્ધ સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં કન્સલ્ટિંગનો ધંધો કરતા ફરિયાદી ભરતભાઇ ગોરધનભાઇ પાચોટીયા ઉ.43 નામના યુવાન સાથે આરોપી અલગ અલગ સાત મોબાઈલ નંબર અને વોટ્સએપ ધરકોએ શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર અને આઇપીઓ લાગ્યા હોવાનું જણાવી બંધન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઈ બેંકના અલગ અલગ ખાતા નંબરના ધરકોએ રૂપિયા 50 લાખની છેતરપિંડી કરતા ફરિયાદી ભરતભાઈએ વોટ્સએપ મોબાઈલ નંબર તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારક 13 આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text