મોરબીના ઉદ્યોગપતિ-ભામાશા ગોવિંદભાઈ વરમોરાએ ઉમા ધજા મહોત્સવને ઐતિહાસિક ગણાવ્યો 

- text


ઊંઝા ખાતે ઉમા સેવક અભિવાદન સમારોહ સંપન્ન: ઉમા સેવકો થયા ગદ્દગદિત

માત્ર 7 દિવસમાં એક જ સંસ્થા દ્વારા, એક જ મંદિર દ્વારા, એક જ શિખર પર આટલી મોટી સંખ્યામાં ધજાઓ ચઢાવવામાં આવી તે ઘટના ઐતિહાસિક છે: ગોવિંદભાઈ વારમોરા

મોરબી : કરોડો શ્રધ્ધાળુઓના આરાધ્ય દેવી કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન – તિર્થસ્થાન ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉમા સેવક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. અખંડ સ્વરૂપા જગતજનની મા કુળદેવી ઉમિયા માતાજીના 1868 મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે આયોજિત ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવમાં સમર્પિતતાના ભાવથી સેવા કરનાર ઉમા સેવકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ઊંઝાના પદયાત્રી પથિકાશ્રમ ખાતે આયોજિત અભિવાદન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, માનદ મંત્રી દિલિપભાઈ નેતાજી, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ (જય સોમનાથ પરિવાર, ખોરજ) સહિતના પદાધિકારીઓ, વિવિધ કમિટિના ચેરમેન, કો. ચેરમેન, કો. ઓર્ડિનેટર તથા સમર્પિત ઉમા સેવક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભાદરવા સુદ નવમથી ભાદરવા સુદ પુનમ સુધી ઉમિયા માતાજી મંદિર ખાતે ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશવિદેશમાં વસતા લાખો શ્રધ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધજા મહોત્સવ દરમિયાન 17 હજાર કરતાં પણ વધારે ધજાઓ મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી. શ્રધ્ધાના શિખર પર મારી એક ધજાની થીમને અકલ્પનીય પ્રચંડ સફળતા મળી હતી. સાત દિવસ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ મા કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યા હતા.

ધજા મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાન દ્વારા 29 જેટલી વિવિધ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં 4 હજાર કરતાં પણ વધારે સમર્પિત ઉમા સેવક ભાઈ બહેનોએ પ્રેરણાદાયી સેવા આપી હતી.

ઉમા સેવકોના અભિવાદન માટેના કાર્યક્રમનો શુભારંભ થતાં જ બોલ મારી ઉમિયા જય જય ઉમિયાના પ્રચંડ નાદ થયા હતા. માતાજીની છડી સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. દિપ પ્રાગટ્ય કરાતાં જ ઉમા સેવકોએ તાલીઓનો ગડગડાટ કર્યો હતો અને બોલ મારી ઉમિયા જય જય ઉમિયાના પ્રચંડ જયઘોષ કર્યા હતા. સ્વાગત પ્રવચન સહમંત્રી જયંતિભાઈ પટેલે કર્યું હતું. સંસ્થાના માનદ મંત્રી દિલિપભાઈ નેતાજીએ ધજા મહોત્સવની પ્રસ્તાવના અને આયોજનની માહિતી આપી હતી.

ધજા મહોત્સવના કન્વિનર, અભિવાદન સમારોહના ભોજન દાતા, સંસ્થાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરાએ ધજા મહોત્સવના સંભારણા ખૂબ જ લાગણીભર્યા શબ્દોમાં વ્યક્ત કર્યા હતા.

ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે ધજા મહોત્સવના આયોજન, સફળતા અને ભાવી આયોજન અંગે વ્યક્તવ્ય આપ્યું હતું. ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ ( જય સોમનાથ પરિવાર, ખોરજ) એ તેમના પ્રવચનમાં ધજા મહોત્સવના સંભારણા અને અનુભવને સુંદર રીતે વ્યક્ત કર્યા હતા. ઉમા સમર્પિતોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ધજા મહોત્સવને સફળતાપુર્વક સંપન્ન બનાવનાર દાતાઓનું સન્માન કરાયું હતું. સાથે ધજા મહોત્સવની વિવિધ 29 જેટલી કમિટીના ચેરમેન, કો. ચેરમેન, કો. ઓર્ડિનેટર સહિત ઉમા સેવકોનું ખેસ પહેરાવી, સ્મૃતિ ચિન્હ, અભિવાદન પત્ર અને પ્રસાદ અર્પણ કરી અભિવાદન કરાયું હતું. અભિવાદન સમારોહ દરમિયાન ઉપસ્થિત ઉમા સેવકો ધજા મહોત્સવના અમૂલ્ય સંભારણા યાદ કરીને ગદ્દગદિત થઈ ગયા હતા.

ત્યારબાદ લકી ડ્રો કરવામાં આવ્યો હતો. 20 જેટલી કમિટીના સભ્યો અને ઉમા સેવકોને ઈનામ આપી સન્માનિત કરાયા હતા.

સન્માનમાં 10 ની નોટ: જેનું સન્માન થયું તેની જન્મ તારીખનો નંબર

અભિવાદન સન્માન સમારોહની અકલ્પનીય વાત એ હતી કે જે કમિટિના ચેરમેનનું સન્માન કરાયું હતું તે અભિવાદન પત્રમાં રૂપિયા 10ની ચલણી નોટ હતી. તે ચલણી નોટો નંબર એ હતો કે સન્માનિત કમિટિ ચેરમેનની જન્મતારીખના આંકડા હતા. કમિટિના ચેરમેનની જે જન્મ તારીખ હતી તે તારીખના આંકડા ચલણી નોટ આ નંબર વાળી હતી.


વિશ્વભરને પ્રેરણા આપે છે મા ઉમિયાજી : ગોવિંદભાઈ વરમોરા

- text

આ પ્રસંગે મોરબીના અગ્રણી ઉધોગપતિ ભામાશા ગોવિંદભાઈ વારમોરાએ જણાવ્યું હતું કે, આખા વિશ્વના નકશા પર દરેક પાટીદાર પરિવારને પ્રેરણા મળી રહી છે. મા ઉમિયા માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા છે. એક એકથી ચડીયાતા મહોત્સવો ઉજવાયા છે. સ્વયં સેવકોને જે ભોગ આપ્યો છે તે ધન્યવાદને પાત્ર છે. મા ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને ભક્તિ સાથે લક્ષચંડી જેવા યજ્ઞો યોજાયા. તેવા કાર્યક્રમોના કેન્દ્ર સ્થાને દિલિપ નેતાજી, ગટોરબાપા, બાબુભાઈ જેવા વડીલોની મા ઉમિયા પ્રત્યેની ભાવના બીરદાવવાને લાયક છે. ઉજળી આગેવાની હોય ત્યાં કાર્યો ઉજળા થાય છે. જશના ભાગીદાર સમર્પિત બહેનો ઉમા સેવિકા બહેનો છે. આપણી સંસ્થા માત્ર ધાર્મિક જ નહીં સાથે સામાજિક ઉત્થાનનું કાર્ય કરે છે. જે તે સમયે જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે સમાજ માટે નવી યોજનાઓ બનાવી અમલમાં મૂકે છે. ધજા મહોત્સવ એવો કાર્યક્રમ છે. માત્ર 7 દિવસમાં એક જ સંસ્થા દ્વારા, એક જ મંદિર દ્વારા, એક જ શિખર પર આટલી મોટી સંખ્યામાં ધજાઓ ચઢાવવામાં આવી તે ઘટના ઐતિહાસિક છે. ઊંઝાના લોકોમાં મા પ્રત્યે ભક્તિ, સેવા કરવાનો ભાવ, મા ઉમિયાના કાર્ય કરવાની ભાવનાના કારણે જ કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે. વિચારોને સફળ બનાવવાની તાકાત, કામ કરવામાં ઉણા ન ઉતરવાની તાકાત ઊંઝાના ભક્તોમાં છે. સહું ઊમાપુરવાસીઓને લાખ લાખ અભિનંદન સાથે વિનંતી પણ કરું છું કે સમાજ ઉત્થાનના કાર્યો કરીએ, પ્રધાન કરીએ, કાર્યોમાં જોડાઈને અને સહભાગી ખભે ખભો મિલાવીએ.


ધજા મહોત્સવની સફળતાનો યશ ઉમા સેવકોને: જયંતિભાઈ પટેલ

જયંતિભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અવારનવાર ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. ધજા મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો. દરેક કાર્યક્રમોની સફળતાનો યશ દરેક ઉમા સ્વકો સેવિકાને ફાળે જાય છે. આવનાર દિવસોમાં પણ તમારો સહકાર રહેશે તેવો મને વિશ્વાસ છે.


ગુજરાતની સૌ પ્રથમ ઘટના: દિલિપ નેતાજી

ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલિપભાઈ નેતાજીએ પ્રવચન કરતાં કહ્યું હતું કે, આપણી સંસ્થા દ્વારા આયોજિત દરેક ધાર્મિક કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પડે છે. આટલી બધી ધજા એક જ મંદિરના શિખર પર ચઢી તેવો સૌ પ્રથમ પ્રસંગ છે. સ્વયંસેવકોનો ઉત્સાહ જોવા મળે છે. તેમણે જેટલા બીરદાવીએ તેટલી ઓછી છે. ઉમા સેવકનું વ્રુંદ સદાય ખડેપગે સેવા માટે તૈયાર રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. મા ઉમિયા માતાજી સંસ્થાન ધાર્મિક સાથે સામાજિક કાર્યો પણ કરે છે. કોઈપણ કાર્યક્રમ કરવાનો વિચાર થાય પણ સફળતા સહુંની મહેનતથી સફળ થાય.


- text