મોરબીની નીલકંઠ સોસાયટીમાં પૂરતું પાણી ન આવતા ચીફ ઓફિસરને ફરિયાદ

- text


છેલ્લા 10 દિવસથી પાણીની સમસ્યા હોય રહીશો પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા

મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં પૂરતું પાણી ન આવતું હોય તથા સફાઈ કામદારો ન આવતા હોય તથા સ્ટ્રીટ લાઈટ ન હોવા અંગે નીલકંઠ સોસાયટીના રહીશો દ્વારા આજે મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નીલકંઠ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણીનો પ્રશ્ન છે. અધિકારીઓ જ્યારે લાઈનો ચેક કરવા આવ્યા ત્યારે સોસાયટીમાં ખોદકામ કરવામાં આવતા લાઈનો તૂટી ગઈ હતી. ત્યારથી સોસાયટીના લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીના રહીશો દ્વારા સ્વખર્ચે 14,000નો ખર્ચ કરી લાઈન સરખી કરાવવા છતાં પાણી પૂરતું આવતું નથી. તથા સોસાયટીમાં કોઈ જ સફાઈ કામદારો આવતા નથી. આ ઉપરાંત સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ પણ નથી. જેના કારણે સોસાયટીના 144 ઘરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આ તમામ બાબતે ઉકેલ લાવવા માગણી કરવામાં આવી છે.

- text

- text