વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ યોજવા મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘની રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે તારીખ 19 ઓક્ટોબર ને શનિવારના રોજ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100 % બતાવી જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઈન/ઓનલાઈન યોજવા બાબતે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રૂબરૂ મળી આવેદન પાઠવી રજુtઆત કરવામાં આવી હતી..

આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમ ભાઈ દેસાઈ, ટંકારા તાલુકા પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર,મોરબી તાલુકા ગ્રામ્ય પ્રમુખ હિરેનભાઈ કુંડારીયા, મોરબી શહેર મહામંત્રી ચમનભાઈ ડાભી, મોરબી જિલ્લા સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર, મોરબી જિલ્લા કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, મોરબી તાલુકા સંઘના ઉપપ્રમુખ ગૌરાંગ ભાઈ ગોહેલ, પૂર્વ પ્રમુખ ટંકારા કાવર મણિલાલ સાહેબ, તથા મોરબી જિલ્લા પ્રાથમિક સંઘના અન્ય હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં જિલ્લા ફેર વાંચ્છુક શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને બન્ને ધારાસભ્યોને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા ઓ 100% જિલ્લા ફેર બદલી કેમ્પમાં બતાવી ઓફલાઈન/ઓનલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજૂઆતને સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સાથે સાથે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જ આજે વાંકાનેર કુવાડવાના ધારાસભ્યની કાર્યાલયે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા સ્થાનિક શિક્ષકો દ્વારા અને હળવદ ધાગ્રધાના ધારાસભ્યના કાર્યાલયે હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા સ્થાનિક શિક્ષકો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા માં આવી હતી.

- text

- text