વડતાલ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા હળવદમાં રથ પહોંચ્યો

- text


7 થી 15 નવેમ્બર સુધી વડતાલ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે

હળવદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામમાં આગામી તારીખ 7 થી 15 નવેમ્બર 2024 દરમિયાન ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે આજરોજ તારીખ 19/10/2024 ના રોજ આમંત્રણ રથ હળવદ શહેરમાં પધાર્યો હતો અને હળવદના રાજમાર્ગ ઉપર પસાર થયો હતો.

આમંત્રણ આપવા હળવદ પધારેલા રથનું સ્વાગત, પૂજન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભાવેશભાઈ ઠક્કર તથા તેમની ટીમ દ્વારા તથા હળવદના નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રણ રથ વૈજનાથ મહાદેવ મંદિર, સરા ચોકડી, હળવદ ખાતે પધાર્યો હતો અને ત્યાં નિર્દોષ સ્વામી તથા પવિત્ર સ્વામી દ્વારા વૈજનાથ મહાદેવજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રણ રથમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વાગત, પૂજન તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા વૈજનાથ મહાદેવ મંદિરના પૂજારી તથા પ્રમુખ કેતનભાઈ દવે તથા વકીલ મંડળના પ્રમુખ પિયુષભાઈ દવે, વકીલ વિપુલભાઈ સંઘાણી તથા હળવદના હરિભક્તો ભાઈઓ બહેનો તથા વૈજનાથ મહાદેવ મંદિરના સેવકો હાજર રહ્યા હતા.

- text

- text