મોરબીમાં સામાકાંઠે પોસ્ટ ઓફિસ પાસે રોડ ઉપર પોલ પડતા કલાકો સુધી ટ્રાફિક જામ 

- text


 

ટ્રકની ટક્કર લાગતા સીસીટીવીનો પોલ ધરાશાયી : રાત્રે પોલ હટાવાતા ટ્રાફિકમાં રાહત

મોરબી : મોરબીમાં સામાકાંઠે પોસ્ટ ઓફિસ પાસે રોડ ઉપર પોલ પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં રાત્રે પોલ હટાવાતા ટ્રાફિકમાં રાહત થઈ હતી.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફિસ પાસે સીસીટીવીનો પોલ ટ્રકની ટક્કર લાગતા પડી ગયો હતો. જેના કારણે રોડનો એક તરફનો રસ્તો બંધ થઈ જતા સાંજે 2 કલાક જેટલો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો. કલેકટર કચેરી સુધી વાહનોની કતાર લાગી હતી. આ અંગે મેઈન્ટેનન્સ એજન્સીને જાણ થતાં તેઓએ પોલ હટાવતા રાત્રીના સમયે ટ્રાફિકમાં રાહત થઈ હતી.

- text