મોરબીમાં પત્ની વિશે બિભીત્સ પોસ્ટ કરનારને ટપારતા પતિ ઉપર સ્કોર્પિયો ચડાવી દેવા પ્રયાસ

- text


રફાળેશ્વર નજીક બનેલા ચોનાવનારા બનાવમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ, બે ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા પરિણીતાને અગાઉ એક યુવાન સાથે પ્રેમ સબંધ હોવાથી અન્ય એક આરોપીએ પરિણીતા વિશે ફેસબુક પર બિભીત્સ પોસ્ટ કરતા આ મામલે પરિણીતાના પતિએ આવી પોસ્ટ કેમ કરી તેમ કહેતા ચાર શખ્સોએ સ્કોર્પિયો કાર વડે ત્રણ વખત હુમલો કરી અન્ય બે યુવાનોને પણ જાનથી મારી નાખવા કોશિશ કરતા આ ચોંકાવનારા બનાવમા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી બે આરોપીઓને તત્કાળ દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા અને સિરામિક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મહેશભાઈ ઉર્ફે છોટુ ગુલાબભાઈ મૂછડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા રહે.રફાળેશ્વર, મુકેશભાઇ મંગાભાઈ જીલાભાઈ ઝાલા, રહે.રફાળેશ્વર, મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબ ગીરધરભાઇ વાઘેલા રહે.રફાળેશ્વર અને આરોપી નિખીલભાઇ ગૌતમભાઇ ચાવડા રહે.પ્રેમજીનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેમના પત્નીને આરોપી નિખિલ સાથે પ્રેમસંબંધ હોય આરોપી મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબે તેના ફેસબુક એકાઉન્ટમાં ફરિયાદી મહેશભાઈને ઉદ્દેશી તેમના પત્ની બાબતે બિભીત્સ ફેસબુક સ્ટોરી મૂકી શેર કરતા આ બાબતે આરોપી મનોજને આવી સ્ટોરી કેમ મૂકી તેમ કહેતા આરોપીને સારું લાગ્યું ન હતું.

- text

બાદમાં આરોપી પારસ ઉર્ફે સુલતાન વાઘેલા સહિતના શખ્સો નમ્બર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં આવી ફરિયાદી મહેશભાઈ તેમજ સાહેદ યતીશ અને ભાવેશ ઉપર ત્રણ વખત ગાડી ચડાવી જાનથી મારી નાખવા ધમકી આપતા ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી આરોપી પારસ ઉર્ફે સુલતાન અને મુકેશ ઝાલાને ઝડપી લઈ અન્ય બે આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.

- text