મોરબીના વજેપરમા મુરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાનને છરી ઝીકી દીધી

- text


મોરબી : મોરબીના વજેપરમા મરઘી લેવા કેમ ન આવ્યો કહી યુવાનને બે શખ્સોએ ગાળો આપી માર મારી છરીનો ઘા મારી દેતા ભોગ બનેલા યુવાનના પત્નીએ બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા સંજયભાઈ ચૌહાણ નામના યુવાનને આરોપી જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂંઘરૂં ભીમજીભાઈ કોળી અને આરોપી હાર્દિક ઉર્ફે પેમલો દીપકભાઈ ઓડ નામના શખ્સોએ તું કેમ ગઈકાલે મુરઘી લેવા ન આવ્યો કહી ગાળો આપી પેટમાં છરી ઝીકી દેતા ઇજાગ્રસ્ત બનેલા સંજયભાઈના પત્ની સંતોષબેને બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text