ટંકારાના છતરમા દારૂનો જંગી જથ્થો પકડાતા ગોડાઉન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો

- text


સત્યમ પોલીમર્સના ગોડાઉનમાંથી લાખોનો દારૂ પકડાયો હતો

ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે જીઆઇડીસીમા સત્યમ પોલીમર્સ નામની ફેકટરીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાવા મામલે ટંકારા પોલીસે રાજકોટ રહેતા બે ગોડાઉન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના છતર ગામે આવેલ જીઆઈડીસીમા સત્યમ પોલીમર્સ નામની ફેકટરીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો પકડાઈ જવા પ્રકરણમાં ટંકારા પોલીસે ગોડાઉન ભાડે આપવા અંગેનો કરાર પોલીસ મથકમાં રજૂ ન કરવાની સાથે ગોડાઉનમાં સીસીટીવી ફિટ ન કર્યા હોય ગોડાઉન માલિક વિનેશભાઇ ભગવાનજીભાઇ ગોસરા, રહે.રાજકોટ ઇન્દ્રપ્રસ્થ-1 મોરબી રોડ, જકાતનાકા પાસે, રાજકોટ, મુળ રહે.સાવડી તા.ટંકારા અને પ્રદીપકુમાર ગોવીંદભાઇ ચંડાટ, રહે.રાજકોટ શ્રી બંગ્લોઝ એ-3,50 ફુટ મામા સાહેબ રોડ, ડી-માર્ટ પાસે, રાજકોટ, મુળ રહે-હરબટીયાળી તા.ટંકારા વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text