હળવદમાં મસી જીવાતનો ઉપદ્રવ વધતા લોકો પરેશાન

- text


 

શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોતરફ ઉડાઉડ કરતી ઝીણી જીવાત આખ,નાક કે મોંમાં જતી હોવાથી વાહનચાલકો પરેશાન

હળવદ : હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. ચારેતરફ ઉડાઉડ કરતી મસી નામની જીવાતો આંખ,નાક કે કાનમાં ઘૂસી જતી હોવાથી વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે ઓચિંતા જીવાતોના આક્રમણથી જનજીવન પ્રભાવિત થયું છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર પંથકમાં મસી નામની જીવાતનું આક્રમણ અચાનક વધી જવા પામ્યું છે. છેલ્લા થોડા દિવસોથી આ મસી નામની જીવાતે ભારે ઉત્પાત મચાવ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તાર જાણે બાનમાં લીધુ હોય તેમ મસી નામની જીવાત ચારેકોર ઉડી રહી છે.આ જીણી જીવાત આંખ,નાક કે મોમાં ઘૂસી જાય છે અને લોકોને કપડામાં તો જાણે ચુંબકની જેમ ચોંટી જાય છે.

- text

મસી જીવાતના ઉપદ્રવથી બચવા લોકો મોં પર રૂમાલ અને આખો ઉપર ચશ્મા પહેરીને જ બહાર નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગે લોકો નિત્યક્રમ પ્રમાણે મોઢે રૂમાલ બાંધ્યા વગર જ નીકળતા હોય તેવામાં ઝીણી જીવાત આંખ,નાક કે કાનમાં ઘૂસી જતી હોવાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે અને લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જોકે હાલ ઠંડીમાં થોડો ઘટાડો થયો છે ત્યારે એકાદ અઠવાડિયાથી મસી નામની જીવાતે આંતક મચાવ્યો છે.

એક કારણ એવું પણ છે કે ખેતરોમાં એરંડા અને રાયડાનું વાવેતર થયું હોય અને ઠંડી પણ અંતિમ ચરણોમાં હોય જેથી મસીનો ઉપદ્રવ વધ્યો છે જોકે આ જીવાતોથી લોકોનું આરોગ્ય જોખમાય તેવી ભીતિ રહેલી છે અને જીવાતોને આક્રમણથી શહેરનું અને ગ્રામ્ય વિસ્તારનું જનજીવન ખાસ પ્રભાવિત થયું છે.

- text