- text
નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવતા વકીલો
ટંકારા : ટંકારા બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોને બાર એસોસિયેશન તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત નવી ટીમે હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી.
ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા બાર એસોસિયેશનના યુવા એડવોકેટ પિયુષ ભટાસણાને પ્રમુખ પદ અને વરિષ્ઠ કાયદા તજજ્ઞ આર.જી.ભાગિયાની સેકેટરી ઉપરાંત કાનૂની જાગૃતિ માટે જહેમત ઉઠાવતા મુકેશભાઈ બારૈયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
નવા હોદેદારોને ટંકારા બાર એસોસિયેશનના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા ત્યારે હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટંકારા કોર્ટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસોસીએશન દ્વારા કોઈપણ વખત ચુંટણી યોજાઈ નથી.
આ તકે પંથક જાણતા ધારાશાસ્ત્રી સંજય ભાગિયા,અલ્પેશભાઈ દલસાણિયા,અમિતભાઈ જાની,હિરેનભાઈ નિમાવત,અરવિંદભાઈ છત્રોલા,હિતેષભાઈ ભોરણિયા,અતુલભાઈ ત્રિવેદી,બી.વી.હાલા,પરેશભાઈ ઉજરીયા,ધવલભાઈ ગાંધી,અમિત ભટાસણા,કાનજી દેવડા,નિલેશ ભાગિયા,બિપીન સોલંકી,કલ્પેશ સેજપાલ,જ્યોતિબેન દુબરીયા,કિષ્નાબેન પટેલ હાજર રહ્યા હતા.જ્યારે રવિ લો અને રાહુલ ડાંગર કોઈ કારણે હાજર ન હોવાથી ટેલીફોનિક શુભેચ્છા પાઠવી હતી.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text