કરો જલસા ! ધોરણ-9થી 12માં વિદ્યાર્થીઓની ચિંતા હળવી કરતા મુખ્યમંત્રી

- text


ધોરણ 9થી 12 સામાન્ય પ્રવાહમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશે : ધોરણ 12માં 50 માર્ક્સના ઓએમઆર

મોરબી : કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન અને ઓફલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડેલી મુશ્કેલી ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો તનાવ ઘટે અને વાલીઓની ચિંતા ઘટે તે દિશામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર બાબતે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણંય લઈ ધોરણ 9થી 12 સામાન્ય પ્રવાહમાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછવાનું જાહેર કરાયુ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા આજ રોજ મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨માં ધો.૧૨ માં તા.૧૫/૦૭/૨૦૨૧ ના રોજથી અને ધો. ૯ થી ૧૧ માં તા.૨૬/૦૭/૨૦૨૧ થી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. છ માસિક પરીક્ષા નિયત સમયે ઓફલાઇન રીતે લેવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવી હિત,JEE અને NEET ની પરીક્ષાઓમાં તેઓ સારો દેખાવ કરી શકે, દેશના અન્ય વિદ્યાર્થીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે, તેઓની ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે સાનુકુળ વાતાવરણ બની રહે, સાથોસાથ અભ્યાસ બાબતે વિદ્યાર્થીઓનો તનાવ અને વાલીઓની ચિંતા ઘટે તે ધ્યાને લઈ ધોરણ 9,10,11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી પૂછવામાં આવશે અને 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછવા નિર્ણય કરેલ છે.

- text

વધુમાં ધોરણ 12 સાયન્સમાં 50 ટકા પ્રશ્નો ઓએમઆર પદ્ધતિ અને 50 ટકા પ્રશ્નો વર્ણનાત્મક પુછાશે. સરકારના ઝડપથી અને સમયસર કરેલ આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને રાહત મળશે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવા વધારે વિકલ્પોની તક મળશે. રાજ્યના ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨માં અભ્યાસ કરતાં કુલ ૨૯,૭૫,૨૮૫ જેટલા વિદ્યાર્થીઓને આ સંવેદનશીલ અને સમયસરના નિર્ણયથી લાભ થનાર હોવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text