MCX ડેઈલી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 35 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 171 પોઈન્ટની મૂવમેન્ટ

- text


સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

રબર, સીપીઓમાં નરમાઈઃ કપાસ, કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,08,922 સોદાઓમાં કુલ રૂ.8,968.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.4 સુધર્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.151 ઘટ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઢીલી હતી.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસમાં સુધારાનો સંચાર થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં રબર અને સીપીઓ નરમ હતા, જ્યારે કપાસ, કોટન અને મેન્થા તેલમાં સાર્વત્રિક વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 39,690 સોદાઓમાં કુલ રૂ.2,288.38 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,129ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,190 અને નીચામાં રૂ.47,030 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.47,124ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.37,937 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.4,714ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,060ના ભાવે ખૂલી, રૂ.82 વધી રૂ.47,142ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,999 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,999 અને નીચામાં રૂ.62,730 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.151 ઘટી રૂ.62,765 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.69 ઘટી રૂ.63,549 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.68 ઘટી રૂ.63,545 બોલાઈ રહ્યો હતો. 

બિનલોહ ધાતુઓમાં 14,156 સોદાઓમાં રૂ.2,516.23 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.210.95 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.243ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.65 ઘટી રૂ.708.30 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.6 ઘટી રૂ.1,434.40 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 35,536 સોદાઓમાં કુલ રૂ.2,557.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,048ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,062 અને નીચામાં રૂ.5,004 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.3 ઘટી રૂ.5,023 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.80 વધી રૂ.328.10 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 1,425 સોદાઓમાં રૂ.174.79 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1414 અને નીચામાં રૂ.1400 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 વધી રૂ.1,404 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,140 અને નીચામાં રૂ.17,900 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 ઘટી રૂ.17,996ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,137.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1146 અને નીચામાં રૂ.1134.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.60 ઘટી રૂ.1136.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.20 વધી રૂ.936.50 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.150 વધી રૂ.25,440 બોલાઈ રહ્યો હતો. 

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,833 સોદાઓમાં રૂ.1,264.69 કરોડનાં 2,683.653 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,857 સોદાઓમાં કુલ રૂ.1,023.69 કરોડનાં 161.792 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.192.46 કરોડનાં 9,080 ટન, જસતના વાયદાઓમાં રૂ.225.78 કરોડનાં 9,275 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,260.91 કરોડનાં 17,7200 ટન, નિકલના વાયદાઓમાં રૂ.717.05 કરોડનાં 4,984.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.120.03 કરોડનાં 6,665 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,731 સોદાઓમાં રૂ.584.44 કરોડનાં 11,60,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,805 સોદાઓમાં રૂ.1,972.80 કરોડનાં 6,06,13,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 296 સોદાઓમાં રૂ.21.15 કરોડનાં 8350 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 82 સોદાઓમાં રૂ.3.39 કરોડનાં 36.36 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.36 કરોડનાં 20 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,022 સોદાઓમાં રૂ.149.75 કરોડનાં 13,190 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,755.829 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 557.242 ટન, એલ્યુમિનિયમમાં 10,075 ટન, જસત વાયદામાં 6,070 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,977.500 ટન, નિકલ વાયદામાં 2,569.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,165 ટન, ક્રૂડ તેલમાં 4,64,200 બેરલ અને નેચરલ ગેસમાં 3,02,12,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 168 ટન, કોટનમાં 44500 ગાંસડી, મેન્થા તેલમાં 447.48 ટન, રબરમાં 69 ટન, સીપીઓમાં 44,480 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,213 સોદાઓમાં રૂ.99.46 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 420 સોદાઓમાં રૂ.30.60 કરોડનાં 433 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 793 સોદાઓમાં રૂ.68.86 કરોડનાં 883 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,094 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 756 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,151ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,185 અને નીચામાં 14,150ના સ્તરને સ્પર્શી, 35 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ વધી 14,171ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,687ના સ્તરે ખૂલી, 171 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 163 પોઈન્ટ ઘટી 15,548ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 16,902 સોદાઓમાં રૂ.1,332.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.161.89 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12.75 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,157.19 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text