મોરબીમાં લ્યુમેન સિરામિક દ્વારા 351 વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : મોરબી સિરામિકના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ લખધીરપુર રોડ ઉપર લ્યુમેન સિરામિક પ્રા.લી દ્વારા ચોમાસાને ધ્યાને લઇ જુદી જુદી જાતના ઓક્સિજન પુરો પાડતા જાંબુ, લીમડો,વડ, બોરસલી, ચંપો, આસોપાલવ, બોટલપામ જેવા ૩૫૧થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે પર્યાવરણનું જતન કરવાના હેતુથી આગામી સમયમાં પણ વૃક્ષારોપણ કરવાનો નીર્ધાર કરાયો હતો.

- text