મોરબી-જેતપર રોડ ટ્રિપલ એક્સિડન્ટમાં રીક્ષામાં બેઠેલ મુસાફરનું મોત

- text


રિક્ષાચાલકને ઇજા, ડમ્પરચાલક ફરાર

મોરબી : મોરબી-જેતપર રોડ પર ડમ્પરે રિક્ષાને હડફેટે લેતા પેસેન્જરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તથા રિક્ષાચાલકને ઇજા પહોંચી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ડમ્પરચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગત તા. 3ના રોજ સાંજના સાડા સાત-આઠેક વાગ્યાના અરસામાં મોરબીના જેતપર રોડ પર રંગપર ગામમાં મોજારો સિરામીક સામે ડમ્પરચાલકે ડમ્પર નં-GJ-13-W-2054 રોંગ સાઇડમાં આવતા ફરીયાદી મનોજભાઇ ગુણવતભાઇ ગુજરાતીની રીક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો. આથી, રીક્ષાની પાછળ આવતી ફોરવ્હીલ નં-GJ-36-B-6938 પણ અથડાઈ હતી. આ અકસ્માતના પગલે ડમ્પર રોડની સાઇડમાં ખાળીયામાં ઉતરી ગયું હતું.

- text

આ અકસ્માતમાં મનોજભાઇના માથામાં, દાઢીના ભાગે, જમણા પગના સાથળમાં ફેક્ચર જેવી તથા જમણા હાથે ઇજા થઇ હતી. ફરીયાદીની રીક્ષામાં પાછળ સીટમાં બેઠેલ પેસેન્જર શૈલેષભાઇ કાંતીલાલ જીવાણી (ઉ.વ. 45)ના માથામાં ગંભીર ઇજા થઇ હતી. અને તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરચાલક ડમ્પર મુકી નાશી ગયેલ હતો. આથી, પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text